Ikhedut Portal Gujarat: ખેતરની ફરતે સોલાર પાવર કિટ નાખવા ખેડૂતોને મળશે રૂપિયા 15000 ની સહાય, અરજી કરો
- ખેડૂતોને ખેતરની ફરતે સોલાર પાવર કિટ નાખવાની યોજનામાં આ સહાય મળશે.
- આ યોજના વહેલા તે પહેલાના ધોરણે છે.
- આ સહાય લેવા https://ikhedut.gujarat.gov.in આ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.
- આ સહાય લાભાર્થીના બેંક ખાતામા જ ડાયરેક્ટ જમા કરવામા આવશે.
Ikhedut Portal Gujarat: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ એક નવી યોજના જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને ખેતરની ફરતે સોલાર પાવર કિટ નાખવાની યોજના સરકાર દ્વારા શરૂ કરાઇ છે. Ikhedut પોર્ટલ એ ગુજરાત માટે એક ક્રાંતિકારી પ્લેટફોર્મ છે જે રાજ્યના ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. તે તમામ કૃષિ અને ખેતી સંબંધિત જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે.

Ikhedut પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સશક્ત બનાવવાની પહેલ છે. તે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે કૃષિ, બાગાયત, માછીમારી અને વધુ જેવા પાસાઓને આવરી લેતા ખેડૂતોને સેવાઓ અને યોજનાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. પોર્ટલનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો અને વિવિધ સરકારી યોજનાઓ અને સંસાધનોની સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો છે.
Ikhedut Portal Gujarat
ગુજરાતના ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ નુકશાન ન પહોંચાડે અને ખેડૂતોને પાકની સંભાળ માટે રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે સોલાર પાવર કિટ એટ્લે કે ઝટકો મૂકતા હોય છે. જે સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવે છે. સોલાર પાવર કિટ સહાય યોજનામાં Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ મંગાવવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારની આ યોજનામાં કેવી રીતે અરજી કરવી?, કેટલી સહાય મળશે?, કયા કયા ડોકયુમેન્ટ જોઇએ તેની સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખમાં આપીશુ. તો તમે આ લેખ ધ્યાનથી વાંચો અને તમારા બધા જ ખેડૂતભાઇઓને આ લેખ શેર કરો.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ
આ યોજનામા નીચે પ્રમાણેના દસ્તાવેજો ની જરૂર પડશે.
- અરજી કરનાર લાભાર્થીના 7/12 અને 8-અ ની નકલ
- બેંકખાતાની પાસબુકની નકલ
- ખેડૂતે ખરીદેલ સોલાર પાવર કીટનુ પાકુ બીલ
- ભાવપત્રક
- તથા અન્ય
આ પણ વાંચો : આ તારીખે આકાશમાં જોવા મળશે સૂર્યગ્રહણનો સૌથી અદભુત નજારો
આ સહાય મેળવવા માટેની કેટલીક શરતો
- પહેલા ખેડૂતોએ કાટાંળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ હોય તો એવા ખેડુતોને આ સોલાર પાવર કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં.
- સોલાર પાવર કીટની ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કરવામા આવેલા કુલ ખર્ચના 50% અથવા રુ. 15,000/- આ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હોય છે.
- ખેડૂતે એમની રીતે બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરવાની હોય છે.
- આ યોજનામાં લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે.
- આ યોજના અંતર્ગત સોલાર કીટ માટે 10 વર્ષે એક જ વખત સહાય મળવાપાત્ર રહેશે.
આ સહાયનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની માહિતી
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ તેમા “વિવિધ યોજનામા ઓનલાઇન અરજી કરો’ ઓપ્શન પસંદ કરો.
- ઓપન થયેલા પેજમા “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ તમને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનુ લીસ્ટ જોવા મળશે.
- અહી ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના સોલાર પાવર યુનિટ/કીટ ઓપ્શન પસંદ કરો.
- હવે ઓપન થયેલા પેજમા તમારી ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી વિગતો ભરો.
- પછી તમારી અરજી કન્ફર્મ કરીને સેવ કરી નાખો.
- તમારી આ યોજનામા લાભાર્થી તરીકે પસંદગી થયા બાદ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
- આમાં તમારે સારી ગુણવતાવાળી સોલાર કિટની ખરીદી કરવાની હોય છે.
- જેની સ્થળ ખરાઇ ખેતીવાડી ખાતા તરફથી કરવામા આવશે.
- છેલ્લે આ સહાય લાભાર્થીના બેંક ખાતામા જ ડાયરેક્ટ જમા કરવામા આવશે.
મહત્વની લિંક
ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |