વ્યવસાય

India Top 10 Richest: એશિયાના સૌથી 10 અમિર વ્યક્તિ, જુઓ આખું લિસ્ટ

India Top 10 Richest: ભારત જેવા વૈવિધ્યસભર અને આર્થિક રીતે ગતિશીલ દેશમાં, મુઠ્ઠીભર વ્યક્તિઓ નાણાકીય સફળતાના શિખરે ચઢી છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ અસાધારણ માણસોએ માત્ર નોંધપાત્ર સંપત્તિ જ નથી એકઠી કરી પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પણ યોગદાન આપ્યું છે. જે તેમને વ્યવસાય અને પરોપકારની દુનિયામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવે છે.. કેટલીકવાર, ફોર્બ્સ સૌથી ધનિક લોકોની યાદી પ્રકાશિત કરે છે. જે આ વર્ષે દેશના ટોચના 100 નાગરિકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આપણે ટોચના દસ સૌથી અમીર ભારતીયોની ઘણી યાદીઓ વિશે જાણીશું, જેમણે કટ કર્યું છે અને રાષ્ટ્રના સૌથી શક્તિશાળી નાગરિકોની યાદીમાં કોણ ટોચ પર છે. ભારતના ટોચના 10 સૌથી ધનાઢ્ય વ્યક્તિઓના જીવન અને નસીબ વિશે એક નજર કરીએ.

India Top 10 Richest

મુકેશ અંબાણી

ફોર્બ્સ એશિયા દ્વારા ભારતના ટોચના 100 સૌથી ધનિક વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણી ફરી એકવાર સૌથી અમીર ભારતીયોની આ યાદીમાં ટોચ પર છે. એક અંદાજ મુજબ મુકેશ અંબાણી 92 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. આ ભારતીય રૂપિયામાં 7.65 લાખ કરોડ છે.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી અને તેમનો પરિવાર 2023 સુધીમાં ભારતના ટોચના 10 સૌથી ધનિક લોકોની આ યાદીમાં બીજા ક્રમે છે. તે ગયા વર્ષે ટોચના સ્થાને આવ્યું આવ્યા હતા. તેમની પાસે હવે 68 અબજ ડોલરની સંપત્તિ છે.

શિવ નાદર

ત્રીજા સ્થાને HCL ના સ્થાપક એટ્લે કે માનદ અધ્યક્ષ શિવ નાદર છે. તેમની કુલ આવક $29.3 બિલિયન જેટલી છે. આ વર્ષે તેમને 2 ક્રમનો વધારો કર્યો છે. શિવ નાદરે વર્ષ 1976 માં HCL ગ્રૂપની સ્થાપના કરી હતી. HCL કોમ્પ્યુટર બનાવનારી પહેલી ભારતીય સ્વદેશી કંપની છે.

ઓ.પી. જિંદાલ

ચોથા ક્રમ ઉપર O.P. જિંદાલ ગ્રૂપના સાવિત્રી જિંદાલ એન્ડ ફેમિલી 46% ના વધારા સાથે તેમની કુલ આવક $24 બિલિયન સુધી થઈ ગઈ છે. સાવિત્રી જિંદાલ વિશ્વના પ્રખ્યાત બહાદુર ઉદ્યોગપતિ છે. તેમની સખત મહેનત અને સમર્પણના બળે તેઓ પોતાનો વેપાર વિશ્વના ઘણા દેશોમાં વધારો કર્યો છે. તેઓ મહિલા માટે પ્રેરણા સ્ત્રોત છે.

રાધા કિશન દામાણી

Dmart ના સ્થાપક અને શેરબજારના કિંગ રાધા કિશન દામાણી અને પરિવારે ફોર્બ્સ યાદીમાં એશિયામાં 5મુ સ્થાન મેળવ્યું છે. તેમની કુલ આવક ઘટાડા સાથે $23 બિલિયન પહોચી ગયા છે. DMart એ વન-સ્ટોપ સુપર માર્કેટ અને હાઇપર માર્કેટ ચેઇન સિસ્ટમ છે. આ સૌપ્રથમ મૂંબઈમાં શરૂ કરવામાં આવ્યું હતું. આજે તે દેશની ટીપી કંપનીમાં સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો : કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન

સાયરન પુનાવાલા

સિરમ ઈન્સ્ટિટ્યુડ ઓફ ઈન્ડિયાના MD સાયરન પુનવાલા એ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેમની કુલ સંપતિ $20.7 બિલિયન છે. કોવિડ-19 કોરોના દરમિયાન તેમની રસી કોવિડશિલ્ડના ઉત્પાદન ક્ષેત્ર માટે ભારત સરકાર દ્વારા તેમણે પદ્મ ભુષણ એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

હિન્દુજા પરિવાર

હિન્દુજા પરિવાર પરિવાર આ યાદીમાં સાતમા ક્રમે છે. તેમની કુલ સંપતિ 20 અબજ ડોલર છે. અવિભાજિત ભારતના સિંધ પ્રાંતના શિકારપૂર જીલ્લામાં જન્મેલા દીપચંદ હિન્દુજાએ આ ગ્રૂપની શરૂઆત કરી હતી.

દિલિપ સંઘવી

આ યાદીમાં દિલિપ સંઘવી અને પરિવારે આઠમું સ્થાન ધારાવ્યું છે. આ પરિવારની કુલ સંપતિ $19 બિલિયન છે. સંઘવીનો જન્મ 1 ઓક્ટોબર 1955 ના રોજ ગુજરાતના અમરેલી શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ કુમુદબેન હતું.

કુમાર બિરલા

કુમાર બિરલાનું નામ હાલ 9 માં સ્થાન પર જ છે. તેમની સંપતિ 17.5 અબજ ડોલર છે. કુમાર મંગલમ બિરલા એ માત્ર 22 વર્ષે નિરજા બિરલા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1995 માં તેમના પિતા આદિત્ય વિક્રમ બિરલાનું કેન્સરના લીધે મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેમના ચેરમેન કુમાર બિરલા બન્યા હતા. પછી તમને બીજનેસ માં વધારો કર્યો હતો.

શાપુર મિસ્ત્રી

શાપુર મિસ્ત્રી અને તેમનો પરિવાર 10 માં ક્રમ ઉપર છે. તેમની કુલ સંપતિ 16.9 અબજ ડોલર છે. પરિવારની સૌથી મોટી સંપતિ ટાટા સન્સમાં તેનો 18.4 % હિસ્સો છે. જે $150 બિલિયન આવક ટાટા ગ્રૂપમાં માલિકી ધરાવે છે. જો દેશના Top 10 ધનિક વ્યક્તિની વાતા કરીએ તો કુલ આવક 330.4 બિલિયન ડોલર જેટલી છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button