Jio World Plaza મુંબઈમાં આજે ખુલ્યો: દેશનો સૌથી મોટો લક્ઝરી મોલ મુંબઈમાં શરૂ થઈ ગયો છે. અંબાણી પરિવારે મોલના લોકાર્પણને ચિહ્નિત કરવા માટે એક અનોખી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની મોટાભાગની હસ્તીઓએ હાજરી આપી હતી અને વિશિષ્ટ પોશાક પહેરીને રેમ્પવોક કર્યું હતું. નીતા અને મુકેશ અંબાણીએ કેમેરા માટે પણ સ્ટાઇલિશ પોઝ આપ્યા હતા. આ સિવાય અંબાણી પરિવાર હાજર હતો. કેટલાક સેબેલ્સે પોતાના સ્ટાઈલીશ અવતારમાં રેમ્પવૉક કરીને લોકોને સરપ્રાઈઝ આપી હતી.

Jio World Plaza
મુંબઈના સૌથી પ્રાઈમ ગણાતા વિસ્તારમાં આ મોલ વિકસાવવામાં આવ્યો છે. રાત્રે તેનો નજારો ખરેખર સુંદર હોય છે. એવું લાગે છે કે તમે કોઈ વિદેશી શહેરમાં આવ્યા છો. આ મોલને ડિઝાઇન કરતી વખતે વિશ્વસ્તરની સુવિધાઓ અને અસાધારણ શોપિંગ અનુભવને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. આ મોલમાં જીયો વર્લ્ડ ગાર્ડન, એક કન્વેન્શન સેન્ટર, એક સાંસ્કૃતિક હોલ અને મલ્ટિપ્લેક્સ છે.
ઈશા અંબાણીનો આઈડિયા
જીઓ વર્લ્ડ પ્લાઝા તૈયાર કરવાની પહેલ ઈશા અંબાણીની હતી. પરિણામે, વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સ એક જ પ્લેટફોર્મ પર હાજર છે. એક વિશિષ્ટ શોપિંગ એન્કાઉન્ટરનો આનંદ માણો. આ ઓરિજિનલ કોન્સેપ્ટના વિકાસ બાદ, આ મૉલમાં આઇડિયા ઇન્સ્ટોલ કરતાં પહેલાં ઘણી કંપનીઓની તપાસ કરવામાં આવી હતી.
એક મોલમાં ચાર માળ
1 નવેમ્બર, 2023 ના રોજ, મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સનો મોલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. જ્યાં ટોપ-એન્ડ શોપિંગ કપડાં અને મનોરંજન સાથે એક અનોખો અનુભવ માણી શકાય છે. અંદર એક ફુવારો સાથે ચાર માળનું પાર્કિંગ માળખું તૈયાર છે. અંદાજે 750,000 ચોરસ ફૂટનો મોલ છે. આ મોલનો આકાર કમળ ના ફૂલ જેવુ છે. જેમાં અન્ય કેટલાક કુદરતી દ્રશ્યોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ટીવીએસ નામની કંપનીએ કર્યું ડિઝાઈનિંગ
ટીવીએસ નામની ઈન્ટરનેશનલ આર્કિક્ટેક્સ કંપનીએ આ મોલની ડિઝાઈન તૈયાર કરી છે. જેની સાથે રિલાયન્સ ટીમે એક ટીમ તૈયાર કરીને કામ કર્યું છે. સમગ્ર મોલમાં આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કોલંમ અને ફ્લોરિંગ માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Sukanya Samriddhi Yojana
દરેક સ્ટોર ઉપલબ્ધ
Balenciaga, the Giorgio Armani Cafe, Pottery Barn Kids, Samsung Experience Centre, EL&N Cafe, and Rimowa, Louis Vuitton, Gucci, Cartier, Bally, Giorgio Armani, Dior, YSL, and Bulgari. આ સિવાય પણ મનીષ મલ્હોત્રા, અબુ જાનિ સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગુની અને શેન પિકોક જેવી જાણીતી હસ્તીઓના ડિઝાઈર શૉરૂમને સ્થાન આપવામાં આવ્યું છે. દેશ અને દુનિયાની કુલ 66 બ્રાંડના આઉટલેટ અહીં ખોલવામાં આવ્યા છે. આ મોલમાં પર્સનલ શોપિંગ આસિ. બટલર સર્વિસ, ગ્લોબલ લેવલ રેસ્ટોરાં, મલ્ટિપ્લેક્સ જેવી સુવિધાઓને આવરી લેવામાં આવી છે.
આ મોલ વિષે ઈશાએ શું કહ્યું
ઈશાએ આ પ્રસંગે કહ્યું હતું કે, જીયો વર્લ્ડ પ્લાઝાનો હેતું ઈન્ડિયન બ્રાંડ અને ઈન્ટરનેશનલ બ્રાંડને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. આ ઉપરાંત જુદા જુદા કારીગરો અને ડિઝાઈર્સને એક મોટું ગ્લોબલ લેવલનું પ્લેટફોર્મ મળે એ અમારો હેતુ છે. તેથી આ પ્રકારનો એક યુનિક એક્સપિરિયન્સ મળે એ હેતુંથી આ મોલ તૈયાર કરાયો છે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |