Smartphone Hack Check: તમારો મોબાઈલ હેક થયેલો છે કે નહીં, આ રીતે ચેક કરો

Smartphone Hack Check: આજના ટેકનોલોજી યુગમા ફોન હેક થવાની અને ફ્રોડ થવાની ફરિયાદો ખૂબ જ વધતી જાય છે. એવામા ઘણી વખત ગઠીયાઓ સ્માર્ટફોન હેક કરીને ફોનમાથી બેંક બેલેન્સ અને અન્ય ડેટાની ચોરી કરતા હોય છે. ચાલો જાણીએ કે આપણો ફોન હેક થયેલો છે કે નહી તે કેવી રીતે ચેક કરવુ?

Smartphone Hack Check

આજે મોટાભાગના લોકો સ્માર્ટફોન મોબાઇલ વાપરતા હોય છે. જોકે મોબાઇલ હેક થવાનો અને તેમાથી ડેટા ચોરી થવાની ઘટનાઓ પણ આપણે અવારનવાર સાંભળતા હોઇએ છીએ. અનેક હેકર્સ ડેટા ચોરી માટે લોકોના મોબાઇલ ટ્રેક કરતા હોય છે. આમ તો મોબાઇલ ટ્રેક થતો હોય તો સામાન્ય રીતે યુઝરને ખ્યાલ આવતો નથી. જોકે કેટલાક એવા કોડ છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તમારા મોબાઇલને ક્યાંક ટ્રેક કરવામાં આવી રહ્યો છે કે નહીં?

તમારો મોબાઈલ હેક થયેલો છે કે નહીં, આ રીતે ચેક કરો

કોડ *# 67 #

કોડ *# 62 #

ઘણી વખત એવુ બનતુ હોય છે કે કોઈ આપણને કોલ કરે છે, ત્યારે ઘણી વખત તમારો નંબર નો સર્વિસ અથવા નો આન્સર આવુ કહેતુ હોય છે. તેથી આવી સ્થિતિમાં, તમે ફોનમાં આ કોડ ડાયલ કરી શકો છો અને કોઈએ આપણો નંબર રીડાયરેક્ટ કરેલો છે કે કેમ તે ચકાસી શકો છો. આ સિવાય, તમારો નંબર ઓપરેટરના નંબર પર પણ રીડાયરેક્ટ કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચો : સિલિન્ડરની ઝંઝટનો અંત, ઘરે લાવો સરકારી સ્ટવ, મફતમાં બનશે ભોજન

કોડ *# 21 #

આપણા ફોનમાં આ કોડ ડાયલ કરીને, આપણે સરળતાથી જાણી શકીએ છીએ કે કોઈકે મેસેજ કોલ અથવા ડેટાને બીજે ડાયવર્ટ કરેલ છે કે કેમ?. જો તમારો કોલ ક્યાંક ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે, તો આ કોડની સહાયથી તમને નંબર સહિત સંપૂર્ણ વિગતો જાણી શકીએ છીએ. તમારો કોલ જે નંબર પર ડાયવર્ટ કરાયો હોય તે નંબર પણ સરળતાથી જાણી શકાય છે.

કોડ ## 002 #

આ કોડ સ્માર્ટફોન માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેની મદદથી તમે કોઈપણ ફોનમા એકટીવ તમામ ફોરવર્ડિંગ સર્વીસીસને ડિ-એક્ટિવ કરી શકીએ છીએ. જો તમને લાગે કે તમારો કોલ ક્યાંક ડાયવર્ટ કરવામા આવ્યો છે, તો પછી તમે આ કોડ ડાયલ કરીને ડાયવર્ટ સર્વીસને બંધ કરી શકો છો.

કોડ *#*# 4636 #*#*

આ કોડની મદદથી, તમે તમારા ફોન વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. જેમ કે ફોનની બેટરી Wi-Fi કનેક્શન, મોડલ, રેમ વગેરે. આ કોડને ફ્રીમાં ડાયલ કરી ને ફોનની તમામ માહિતી મેળવી શકાય છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version