ગુજરાતી અને હિન્દી પ્રતિજ્ઞા વર્કશીટ pdf
આ વર્કશીટ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં તેઓને ગુજરાતી અને હિન્દી ભાષામાં ભારત માતૃભાષા પ્રતિજ્ઞા વાંચવા અને યાદ રાખવા માટે પ્રેરણા મળે છે.
મુલ્યાંકન માટે: બાળક પોતાનું નામ લખી આ વર્કશીટ પૂર્ણ કરી શકે છે, જેને શિક્ષક મૂલ્યાંકન માટે પણ ઉપયોગી બનાવી શકે છે.
Highlights Of This Worksheet:
- ભારત મારા દેશ છે / भारत मेरा देश है — બંને ભાષાની પ્રતિજ્ઞા એક સાથે એક જ વર્કશીટ માં.
- સંપૂર્ણ પાઠ અને ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની પ્રવૃત્તિ દ્વારા શ્રેષ્ઠ અભ્યાસ ની પદ્ધતિ.
- યાદશક્તિ સુધારવા માટે યોગ્ય સાધન જેનો ઉપયોગ બધી જગ્યા થઈ શકે.
- શાળા પ્રવૃત્તિ, સંસ્કાર વર્ગ, અને ભાષા શિક્ષણ માટે ઉત્તમ સાધન.
આ વર્કશીટ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ભાષા જ નહીં પણ દેશપ્રેમ અને નૈતિક મૂલ્યો પણ શીખે છે. ગુજરાતીમાં અને હિન્દીમાં એકસાથે પઠન તથા લખાણ કરવાની તક તેમને બંને ભાષામાં દક્ષતા મેળવવામાં મદદરૂપ થાય છે.
ગુજરાતી માં પ્રતિજ્ઞા:
- ભારત મારો દેશ છે.
- બધા ભારતીયો મારા ભાઈ બહેન છે.
- હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
- હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
- હું મારા માતા-પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
- હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પણ કરું છું.
- તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.
જય હિન્દ
भारत मेरा देश है। समस्त भारतीय मेरे भाई बहिन हैं।
मैं अपने देश से प्रेम करता हूँ तथा मुझे इसकी विपुल एवं विविध थातियों पर गर्व है। मैं इसके योग्य बनने के लिए सदैव प्रयत्न करता रहूँगा।
मैं अपने माता पिता अध्यापक एवं समस्त बड़ों का सम्मान करूँगा तथा प्रत्येक व्यक्ति के साथ शिष्टता व्यवहार करूँगा।
मैं अपने देश एवं देशवासियों के प्रति निष्ठा बनाए रखने की प्रतिज्ञा करता हूँ।
मेरी प्रसन्नता केवल उनके कल्याण एवं उनकी समृद्धि में ही है।