આરોગ્ય

Carrot Benefits: શિયાળામાં ગાજર ખાવાના જબરજસ્ત ફાયદા, અનેક બીમારીઓ થશે દૂર

Carrot Benefits: શિયાળોએ તંદુરસ્તી ની ઋતુ છે. શિયાળામા અનેક પ્રકારની સારી શાકભાજી આવે છે. જેમા શિયાળામા ગાજર અઢળક પ્રમાણમા આવે છે. ગાજર એ માત્ર શિયાળામા આવતી વસ્તુ જ છે. ગાજર ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. આપણે બધા ને ખબર છે કે ગાજરમા વિટામીન એ મબલક પ્રમાણમા હોય છે. આના સિવાય પણ ગાજરમા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. ચાલો જાણીએ ગાજર ખાવાથી શું ફાયદા થાય છે?

Carrot Benefits

ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવા માંડી છે. ત્યારે શિયાળામાં ગાજર ની આવઅક ખૂબ જ થતી હોય છે. ગાજર શિયાળા દરમિયાન ખૂબ જ રસવાળા અને સ્વાદમાં મીઠાં આવે છે. શિયાળામા આવતા ગાજરનો રંગ ઘેરો લાલ હોય છે. એક ગાજરમાં સામાન્ય રીતે 25 કેલેરી હોય છે. 6 ગ્રામ કાર્બ અને 2 ગ્રામ ફાઇબર્સ જેવા તત્વો પણ હોય છે. ગાજરમાથી ખાસ કરીને વિટામિન ‘એ’ ભરપૂર પ્રમાણમાં મળે છે. તેમાં આવેલું વિટામિન ‘એ’ આપણી દિવસની જરૂરિયાત કરતાં 200% વધુ હોય છે. ચાલો જાણીએ ગાજર ખાવાના ફાયદા.

શિયાળામાં ગાજર ખાવાના ફાયદા

આંખોનુ તેજ વધારે: ગાજરમાં થી બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે, જે વિટામિન ‘એ’માં પરિવર્તન પામે છે. ખાસ કરીને જે લોકોને રાત્રે જોવામાં તકલીફ પડતી હોય ,રતાંધળાપણું હોય તો રેગ્યુલર ગાજર ખાવાથી તે દૂર થાય છે. મેક્યુબર ડિજનરેશન અને મોતિયા જેવી તકલીફો મા પણ બીટા કેરોટીનથી રક્ષણ મળે છે.

કેન્સર સામે રક્ષણ: ગાજર ખાવાથી કેન્સર સામેનું જોખમ ઓછું થાય છે. ખાસ કરીને જે લોકોને ફેફસાંનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર હોય તેમને ખૂબ જ ફાયદો થાય છે. ફાલ્કેરિનોલ (Falcarinol) નામનું તત્ત્વ ગાજરમાં આવેલું હોય છે જે કેન્સરનું જોખમ ઓછું કરી દે છે અને આ રીતે શરીરને રક્ષણ આપે છે.

એન્ટિ એજિંગ: આપણા શરીરમાં આવેલા સેલ રોજ ઘસાતા હોય છે અને રોજ નવા બનતા હોય છે. ગાજરમાં આવેલા એન્ટિઓક્સીડેન્ટ સેલના ડેમેજને રોકે છે. તેથી સેલ્સનું એજિંગ ઓછું થાય છે અને જુવાની વધુ સમય ટકેલી રહે છે.

આ પણ વાંચો : હવામાન વિભાગે કરી ઠંડીની આગાહિ, કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો

ત્વચા ચમકદાર બનાવે: ગાજરમાં ભરપૂર માત્રામા એન્ટિઓક્સીડેન્ટ અને વિટામિન એ હોય છે. જે સ્કીન ને સૂર્યથી થતા ડેમેજથી બચાવે છે. વિટામિન ‘એ’ની ઊણપથી ત્વચા સૂકી બને છે. વાળ અને નખ પણ બરછટ અને બરડ થઈ જતા હોય છે. જરૂરી પ્રમાણમા વિટામિન ‘એ’ લેવાથી ત્વચામાં કરચલી ઓછી થાય છે. ખીલ નથી થતાં. સૂકી ત્વચા, ત્વચા પર થતા ડાઘા વગેરે દૂર રહે છે.

હાર્ટના રોગોમા ઉપયોગી : આજકાલ હાર્ટની બીમારીઓ ખૂબ જ વધી છે. બીટા કેરોટીનથી ભરપૂર ખોરાક લેવાથી હાર્ટના રોગો દૂર રહે છે. ગાજરમાં બીટા કેરોટીન ઉપરાંત, તેમાં એલ્ફા કેરોટીન અને લ્યુટીન જેવા તત્વો પણ મળે છે. ગાજરને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટેરોલમાં ઘટાડો થાય છે, જેથી હ્રદય સ્વસ્થ રહે છે.

શરીરની સફાઈ: વિટામિન ‘એ’ લીવરમાં જઈને શરીરના ટોક્સિનને બહાર કાઢે છે. તે લીવરમાંના બાઇલ અને ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. ગાજરમાં રહેલા ફાઇબર્સ કોલોનને સાફ કરી શરીરનો કચરો બહાર કાઢે છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button