દેશના પ્રથમ અગ્નિવીર અક્ષય લક્ષ્મણ લદ્દાખના સિયાચીનમાં વીરગતિ પામ્યા, સેનાએ આપી શ્રદ્ધાંજલિ

દેશના પ્રથમ અગ્નિવીર અક્ષય લક્ષ્મણ લદ્દાખના સિયાચીનમાં વીરગતિ પામ્યા: રાષ્ટ્રની રક્ષા કરતી વખતે લદ્દાખના સિયાચીનમાં ગ્લેશિયર પર તૈનાત અગ્નિવીર અક્ષય લક્ષ્મણ વીરગતિ પામ્યા. તેઓ ઓપરેશન દરમિયાન વીરગતિ પામનાર દેશના પ્રથમ અગ્નિવીર છે. આર્મીના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે આ અંગે માહિતી આપી હતી. આર્મીના જણાવ્યા અનુસાર સૌથી વધુ ઉંચાઈ પર તૈનાત અગ્નિવીર અક્ષય લક્ષ્મણે અંતિમ બલિદાન આપ્યું હતું. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના અધિકારીઓએ તેમની દેશ ભક્તિને સલામ કરી હતી. અમે તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના મોકલીએ છીએ. સેના આ દુખનો સમય તેમના પરિવાર સાથે વિતાવી રહી છે.

દેશના પ્રથમ અગ્નિવીર અક્ષય લક્ષ્મણ લદ્દાખના સિયાચીનમાં વીરગતિ પામ્યા

આર્મીના ચીફ જનરલ મનોજ પાંડેએ અગ્નિવીર અક્ષય લક્ષ્મણને શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, સિયાચીન ગ્લેશિયર, જે કારાકોરમ રેન્જમાં આશરે 20,000 ફૂટની ઉંચાઈએ આવેલું છે, તેને વિશ્વમાં સૌથી ઊંચુ સૈન્ય સ્થાપન તરીકે ગણવામાં આવે છે, જેમાં સૈનિકોને ઠંડા પવનો સહન કરવા પડે છે.

જૂન મહિનામાં કેપ્ટન અંશુમાન સિંહ વીરગતિ પામ્યા હતા

સેનાના જણાવ્યા અનુસાર જૂનની શરૂઆતમાં સિયાચીન ગ્લેશિયરમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને એક આર્મી જવાન વીરગતિ પામ્યા હતા. રેજિમેન્ટના મેડિકલ ઓફિસર કેપ્ટન અંશુમાન સિંહનું ગંભીર રીતે દાઝી જવાથી શહિદ પામ્યા હતા. જોકે અન્ય ત્રણ કર્મચારીઓને ગંભીર રીતે દાઝી ગયા હતા અને ધુમાડાના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

આ પણ વાંચો : અમેરિકાની સરકાર H1B વિઝામાં ફેરફાર કરવાના મૂડમાં

Exit mobile version