CCTV Camera In Train: તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે, રેલવે દ્વારા મોટી જાહેરાત

CCTV Camera In Train: રેલ્વે બોર્ડે ટેક્નોલોજીની મદદથી રેલ્વે મુસાફરોની સુરક્ષા અને રેલ્વે સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલા લીધા છે. એક મહત્વના નિર્ણયમાં ટ્રેનના પાંચ હજાર એન્જિનની બહાર અને કેબિનો ઉપરાંત 54 હજાર કોચમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પ્રોટોકોલ આધારિત કેમેરા દ્વારા ઓનલાઈન મોનીટરીંગ શક્ય બનશે.

CCTV Camera In Train

રેલ્વે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે CCTV કેમેરા વધતા ટ્રેન અકસ્માતોને રોકવામાં મદદરૂપ સાબિત થશે. આંધ્રપ્રદેશમાં રેડ સિગ્નલના કારણે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે પાઈલટના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેને જોતા રેલ્વેએ સીસીટીવી લગાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : SBI YONO APP Account Open

54 હજાર કોચમાં સીસીટીવી લાગશે

અન્ય એક નિર્ણયમાં રેલવે બોર્ડે 54 હજાર કોચમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય લીધો છે. જેમાં દરેક કોચમાં પ્રવેશ અને બહાર નીકળવા સહિત આઠ કેમેરા લગાવવામાં આવશે. રેલ્વેની પ્રીમિયમ ટ્રેન રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ, દુરંતો અને વંદે ભારત ટ્રેનો (સાત હજાર કોચ)માં પહેલેથી જ સીસીટીવી કેમેરા લગાવેલા છે. આ યોજનાનો વિસ્તાર કરતા રેલવે બોર્ડ મેલ-એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન અને લોકો ટ્રેનોમાં CCTV લગાવવા જઈ રહ્યું છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version