Ambalal Patel Agahi: અંબાલાલ પટેલે વાવાઝોડાની કરી આગાહી, જાણો ક્યા થશે અસર

Ambalal Patel Agahi: ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

Ambalal Patel Agahi

રાજ્યમા આગામી દિવસોમા કેટ્લાક જિલ્લાઓમા વરસાદી ઝાપટા સાથે ઝ્રરમર વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જોકે ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડાની શરૂઆત બંગાળના ઉપસાગરમાં થી થઈ શકે પરંતુ તેની અસર અરબ સાગરમાં થવાની સંભાવના અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી માં સુચવે છે. તો ચાલો જાણિએ વાવાઝોડાની આગાહી વિશે અંબાલાલ પટેલે બીજુ શું શું કહ્યું છે.

અંબાલાલ પટેલ કરેલ વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહિ કરતા જણાવ્યું છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવી શકે છે અને અરબ સાગરમાં પણ વાવાઝોડાની હળવી અસર જોવા મળે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. જોકે, ગુજરાતમાં ચોમાસુ નબળુ પડી રહ્યુ છે છતાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં હળવા વરસાદી ઝાપટા આવવાની શકયતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સારો એવો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચો : મોબાઈલમાં સમય બગાડવાને બદલે આ કામ કરો, રોજના 1000 રૂપિયા કમાઈ શકશો

અંબાલાલે કરેલ સપ્ટેમ્બેર મહિનાની વરસાદીની આગાહી

બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર તરફથી આવતી વરસાદી સિસ્ટમ હવે ધીરે-ધીરે એકટીવ થશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ ઉપસાગરના ભાગોમા આવી શકે છે. જેના લીધે દક્ષિણ પૂર્વ કાંઠા ના વિસ્તારોમા ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. આ સિસ્ટમ 5000 ફૂટની ઊંચાઈએ સમુદ્રમાંથી વરાળ ઠંડી થતાં વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા તરફ થઈને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ઉત્તર તરફના ભાગોમાં જવાની સંભાવના રહેલી છે. જોકે, આ બાબતે હજુ ઠોસ કઇ નક્કી કહી શકાય નહીં. હજુ દેશના કેટલાક ભાગોમાં લો પ્રેશર બનવાની આગાહિ કરવામા આવી છે. આ સિસ્ટમ ને લીધે મધ્યપ્રદેશના ભાગોમાં તથા ગુજરાતના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે.

હવામાન વિભાગની વરસાદી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 7 થી 11 ઓક્ટોબર, હરિયાણામાં 8 થી 9 ઓક્ટોબર, પૂર્વી રાજસ્થાનમાં 7 થી 9 ઓક્ટોબર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 7 થી 10 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય પૂર્વ મધ્ય પ્રદેશમાં 7 થી 11 ઓક્ટોબર સુધી વરસાદ થવાની છે.

ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 7 થી 9 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ પડશે. આ સિવાય 7 ઓક્ટોબરે પૂર્વી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન આકાશ પણ વાદળછાયું રહેશે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 7 થી 9 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. કોંકણ, ગોવા અને તેલંગાણામાં આજે એટલે કે 7 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

મહત્વની લિંક

હવામાન વિભાગઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Exit mobile version