સુરેન્દ્રનગરમાં દિયોદર થી જૂનાગઢ જતી ST બસને અકસ્માત નડ્યો, 40 પેસેન્જર ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરમાં દિયોદર થી જૂનાગઢ જતી ST બસને અકસ્માત નડ્યો: આજની વહેલી સવારે સુરેન્દ્રનગરમાં ST બસ અકસ્માત થયો છે. અહી કુલ 40 પેસેન્જર ઈજાગ્રસ્ત થયા અને 2 લોકોની હાલત ગંભીર છે. દિયોદર થી જૂનાગઢ તરફ જતી ST બસને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ ST બસ ચાલકને ઝોકું આવી જતા બસ પલટી ખાડામાં ઉતરી ગઈ હતી. તેમજ ST બસમાં ખીચોખીચ પેસેન્જર હોવાનું પણ સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં દિયોદર થી જૂનાગઢ જતી ST બસને અકસ્માત નડ્યો

તબીબી સારવાર માટે ઘાયલોને 108 માં ખસેડવામાં આવ્યા છે. વધુમાં, એવું જાણવા મળ્યું છે કે એસટી બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. અહી 40 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત 2ની હાલત ગંભીર છે. દૂધરેજથી અનિદ્રા તરફ જતી વખતે એસટી બસના ચાલકે ઝોકું આવી જતાં બસ પલટી મારી બાજુના ખાડામાં ખાબકી હતી. જેમાં અનિન્દ્રા ગામના ગ્રામજનો દ્વારા તમામને બસમાંથી બહાર કાઢીને 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગંગોત્રી યાત્રા ધામના દર્શન બંધ થવાની જાહેર થઈ તારીખ, જુઓ ક્યારથી થશે બંધ?

કલેકટર અને ધારાસભ્યએ આપી સુચના

અકસ્માત થતા મેડિકલ કોલેજમાં જિલ્લા કલેકટર કે.સી.સંપત અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પહોંચ્યા હતા. વધુમાં, કલેક્ટર અને ધારાસભ્યએ તમામ અસરગ્રસ્તની ઝડપી સંભાળ માટે નિર્દેશો જારી કર્યા છે. આ અકસ્માતમાં ટ્રેનિંગમાં જઈ રહેલા પોલીસ અધિકારીઓ સહિત મુસાફરોને ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં, એવું જાણવા મળ્યું છે કે એસટી બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. જે મુસાફરોને ઈજા થઈ ન હતી તેઓને અલગ-અલગ બસોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version