કેન્દ્ર સરકારે PMGKAYની મુદત લંબાવી, 5 વર્ષ માટે વિના મૂલ્યે મળશે અનાજ

કેન્દ્ર સરકારે PMGKAYની મુદત લંબાવી: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની મુદ્દત આગામી જાન્યુઆરી 2024થી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે. આ યોજના હેઠળ ગરીબ વર્ગના 81 કરોડથી વધુ લોકોને 5 કિલો અનાજ દર મહીને વિનામૂલ્યે આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે PMGKAYની મુદત લંબાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટે 1 જાન્યુઆરી, 2024 થી વધુ પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ 81.35 કરોડ લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વસ્તીની મૂળભૂત ખાધાન્ન અને પોષણની જરૂરિયાત પૂર્ણ કરીને કાર્યદક્ષ અને લક્ષિત કલ્યાણ માટે વડાપ્રધાન મોદીની મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો : ટાટા ટેકનોલોજીસ IPOનું એલોટમેન્ટ જાહેર, ચેક કરો અહીથી

અંત્યોદય યોજના હેઠળના પરિવારોને દર મહીને 35 કિલો અનાજ વિનામૂલ્યે અપાય છે. આજે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આ મુજબ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી આ યોજનાને વિશ્વની સૌથી મોટી સામાજિક કલ્યાણ યોજના બનાવી છે. આ યોજના માટે પાંચ વર્ષમાં અંદાજે 11.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. શ્રી ઠાકુરે વધુમાં કહ્યું હતું કે, આ યોજનાના લાભાર્થી એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના હેઠળ કોઇપણ સ્થળેથી લાભ મેળવી શકે છે.

PMGKAY હેઠળ 1 જાન્યુઆરી, 2024 થી વધુ પાંચ વર્ષ માટે વિનામૂલ્યે અનાજ ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવી ગરીબ અને નબળા વર્ગોની મુશ્કેલી હળવી કરશે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version