World Cup Final: PM મોદી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલીયાની ફાઈનલ મેચ જોવા આવશે

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મીએ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે. ફાઈનલ જોવા પ્રધાનમંત્રી મોદી પણ અમદાવાદ આવવાના છે અને દર્શકોની જેમ સ્ટેડિયમમાં બેસીને ફાઈનલ જોશે તેવું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

World Cup Final

પ્રથમ સેમિફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવ્યું છે તો બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ ગઈ છે. તેમાંથી ઓસ્ટ્રેલિયા ટીમ ભારત સાથે ફાઇનલ મેચ રમશે. આ ટોચની બે ટીમો વચ્ચેની ફાઇનલ મેચ બાદ જ વર્લ્ડ ચેમ્પિયનનો નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં રમાશે. બીસીસીઆઈએ ફાઈનલ મેચ માટે ટિકિટનું લાઈવ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ક્રિકેટ ચાહકો પાસે ક્રિકેટના મહાકુંભની શાનદાર મેચ જોવાની છેલ્લી તક છે.

બીજું કોણ કોણ આવશે?

અમિત શાહ, અને કેટલાક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહે તેવી સંભાવના છે.

કાર્યક્રમને અપાઈ રહ્યો છે આખરી ઓપ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આવતીકાલ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે વહીવટી અને પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે.

PM મોદીના આગમનની અત્યારથી જ તડામાર તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને ઓસ્ટ્રેલિયન પીએમની પણ શક્યતાને જોતા તંત્ર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓને પણ સક્રિય કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રી સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ સામે સૌથી મોટો પડકાર

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સામે સૌથી મોટો પડકાર પીએમની સિક્યુરિટીની તો છે પરંતુ દેશ વિદેશથી આવતા મહેમાનો અને સેલેબ્રિટીની સુરક્ષાની પણ છે. આ ઉપરાંત લાખોની સંખ્યામાં ફાઇનલ જોવા માટે આવનારા માનવ મહેરામણને મેનેજ કરવું પણ સૌથી મોટો પડકાર છે. તેવામાં તંત્ર દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે.

આ પણ વાંચો : મોટોરોલાનો 12GB રેમ સાથે 23 હજારની કિંમતનો 5G ફોન 9 હજારથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ

અમદાવાદ સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકોની ક્ષમતા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ દર્શકોની છે. ફાઇનલ મેચ પહેલા આ મેદાન ભારત અને પાકિસ્તાનની શાનદાર મેચમાં દર્શકોથી ભરચક હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ હતી. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version