India-Canada News: કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું, જુઓ સંપૂર્ણ માહિતી

India-Canada News: કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આ પછી સ્થિતિ તંગ બની ગઈ છે. આ દરમિયાન વિદેશ મંત્રાલય (MEA) એ પણ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

કેનેડામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હવે વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી.

India-Canada News

ભારત વિરોધી ગતિવિધિઓ અને અપરાધિક હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. તેમજ કેનેડા જવાના નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.

કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના અહેવાલો અનુસાર કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. અહીંના કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 40 ટકા ભારતીય વિદ્યાર્થીઓ છે.

કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું

કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા છે. આ ઘટનાક્રમ બાદ બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટ્સને હટાવી દીધા છે.

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે દુનિયાના અન્ય દેશોના નેતાઓના નિવેદન પણ સામે આવ્યા છે. ભારત-કેનેડા તણાવની અસર વેપાર અને લોકો ઉપર પણ પડી રહી છે. કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું.

શા માટે કેનેડા ટોચની પસંદગી છે?

કેનેડાની ટોપની યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો પ્રદાન કરે છે. કેનેડાની વિશ્વ-વર્ગની યુનિવર્સિટીઓ તેમના ઉચ્ચ શૈક્ષણિક ધોરણો, નવીન સંશોધનો અને તેમના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમર્થન માટે જાણીતી છે. આ ટોપની યુનિવર્સિટીઓમાં એવું વાતાવરણ હોય છે જે વિદ્યાર્થીઓને વિવિધ સંસ્કૃતિઓથી વાકેફ કરે છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, 2020માં કુલ 2,61,406 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા અને 2021માં 71,769 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. આમાં સૌથી વધુ સંખ્યા કેનેડા જનારા લોકોની છે. ફાર્મસી, ફાઇનાન્સ, નર્સિંગ અને ડેન્ટલ અભ્યાસમાં કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે.

કેનેડા જતાં નાગરિકોએ સાવચેતી રાખવી જોઈએ

કેનેડામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હવે વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને અપરાધિક હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. તેમજ કેનેડા જવાના નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ.

શું સ્ટુડન્ટના વિઝા થઈ શકે છે કેન્સલ?

ભારતે કેનેડાથી આવતા લોકોના વિઝા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે. આથી ત્યાંથી ભારત આવતા લોકોની ચિંતા વધી છે. સાથે જ પંજાબના ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડા ભણવા જાય છે.

આ પણ વાંચો : ICC Cricket World Cup 2023 Schedule

આ ઉપરાંત પંજાબના લોકો પાસે તેમના બાળકો પાછળ કરોડો રૂપિયાનું રોકાણ છે. બંને દેશો વચ્ચે વધી રહેલી તિરાડને કારણે હવે ભારતીય માતા-પિતાનું ટેન્શન વધી ગયું છે.

કેનેડામાં કેટલા લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

લઘભગ મોટાભાગના વિદ્યાર્થીઓ ભારતીય

રિપોર્ટ શું કહે છે?

5 વર્ષમાં 10 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે ગયા

કેનેડાની સરકારના ઈમિગ્રેશન, રેફ્યુજી તેમજ સિટિઝનશિપ વિભાગના આંકડા પ્રમાણે તો છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી ૧૦ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે. ૨૦૨૨માં આ આંકડો ૩.૧૯ લાખ પર પહોંચ્યો હતો.

૨૦૧૮માં ૧.૭૧ લાખ, ૨૦૧૮માં ૨.૧૮ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા. ૨૦૨૦માં ૧.૭૯ લાખ તેમજ ૨૦૨૧માં ૨.૧૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા પહોંચ્યા હતા.

કેનેડામાં ભણવા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. જેમ કે ૨૦૨૨માં કેનેડામાં પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. ૨૦૨૩ના પહેલા હાફમાં પણ ૧.૭૫ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા માટેના સ્ટુડન્ટ વિઝા મળી ચુકયા છે.

ભારત-કેનેડા વચ્ચેનુ ટેન્શન લાંબા ગાળાનું નથી

પ્રો.ધોળકિયાનુ કહેવુ છે કે, ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમય માટે ટેન્શન નહીં રહે.આ ટુંકા ગાળાની સ્થિતિ છે.મુખ્યત્વે અત્યારે જે માહોલ છે તે સર્જવા માટે જસ્ટિન ટ્રુડો પોતે વધારે જવાબદાર છે. તેમાં ૨.૨૬ લાખ તો ભારતીય વિદ્યાર્થીઓ હતા.

જો આગામી ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડોની હાર થશે તો ભારત અને કેનેડાના સબંધોની ગાડી ફરી પાટા પર ચઢતા વાર નહીં લાગે.અત્યારે જે પ્રકારનો માહોલ છે તે એકાદ વર્ષ સુધી રહે તેવુ લાગે છે.

મહત્વની લિંક

આવી લેટેસ્ટ માહિતી માટેઅહીં ક્લિક કરો
વધુ અપડેટ માટે WhatsApp ગ્રુપ જોઇન કરોઅહીં ક્લિક કરો
Exit mobile version