Israel Hamas War: હમાસ હુમલામાં ભારતીય મૂળની બે મહિલા સૈનિક શહિદ થઈ

Israel Hamas War: હમાસના હુમલામાં ભારતીય મૂળની બે મહિલા સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ હમાસના હુમલામાં અશદોદની હોમ ફ્રન્ટ કમાન્ડ તરીકે ફરજ બજાવતી 22 વર્ષીય ઑર મોસેસ અને પોલીસ ઇન્સ્પેક્ટર કિમ ડોકરકર માર્યા ગયાં છે. ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની દુશ્મનાવટ દરમિયાન બંનેની મૃત્યુ થયા છે. ઇઝરાયેલની સેના અને ઇઝરાયેલી ભારતીય સમુદાય બંને દ્વારા આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

Israel Hamas War

ભારતીય મૂળના મૃતકોની સંખ્યા વધી શકે છે એવું ઇઝરાયેલના ભારતીય સમુદાયનું કહેવું છે કે, કારણ કે અત્યાર સુધી ઇઝરાયેલના ઘણા લોકોને હમાસે બંધક બનાવ્યા છે. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 286 સૈનિકો અને 51 પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે.

શહાફ ટોકર હમાસના હુમલામાંથી બચી ગઈ

ભારતીય મૂળની 24 વર્ષીય મહિલા શહાફ ટોકર હમાસના હુમલામાંથી બચી ગઈ હતી. શહાફે હુમલા વિશે વાત કરતાં જણાવ્યું કે હતું કે હું 7 ઑક્ટોબરે મારા મિત્ર યાનિર સાથે એક પાર્ટીમાં પહોંચી હતી. ત્યારે અચાનક આકાશમાંથી બોમ્બ વરસ્યા. બચવા માટે અમે ભાગવા લાગ્યા. અમારું બચવું શક્ય ન હોતું. જીવ બચાવવા અમે કાર લઈને તેલ અવીવ જવા નીકળ્યા ત્યારે આતંકવાદીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. અમને જોતાની સાથે જ ફાયરિંગ શરૂ કર્યું. જેમ-તેમ કરીને અમે ત્યાંથી નીકળ્યા હતા. શહાફના પરિવારજનોનું કહેવું છે કે આ ઘટનાને લીધે તે આઘાતમાં ડૂબી ગઈ છે.

આ પણ વાંચો : દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે નવી ઓળખ, જુઓ શું છે આ?

નર્સ શીજા આનંદ પણ ફરજ બજાવે છે

આ ઘટનામાં ઘાયલ થયેલા કેરળની નર્સ શીજા આનંદની હાલત હાલ સ્થિર છે. ઑક્ટોબર 7 ના રોજ, હમાસે ઉત્તરમાં ઇઝરાયલી શહેર એશકેલોન પર રોકેટ છોડ્યું જેમાં તે ઘાયલ થયા. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version