PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવશે.
- સરદાર જયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.
- નવા આકર્ષણોનું ભૂમિપૂજન અને લોકાર્પણ પણ કરશે.
- આ એકતા પરેડ 31મી ઑક્ટોબર 2018થી શરૂ થઈ છે.
PM Modi Gujarat Visit: ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત ફરી જોશે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. સરદાર જયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વધુમાં નવા આકર્ષણોનું ભૂમિપૂજન અને લોકાર્પણ પણ કરશે. રાષ્ટ્રીય એકતા પરેડની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવે છે જેમની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.

PM Modi Gujarat Visit
પીએમ મોદીની ગુજરાત મુલાકાત ખૂબ મહત્વ ધરાવે છે. આ માત્ર એક નિયમિત રાજકીય મુલાકાત ન હતી, પરંતુ રાજ્ય સાથેના તેમના ઊંડા મૂળના જોડાણનું પ્રમાણપત્ર હતું. ગુજરાત જેને ‘અમુલ્ય રત્ન’ કહેવામાં આવે છે, તે માત્ર તેમના જન્મનું રાજ્ય નથી પરંતુ એક સ્થળ છે જ્યાં તેમણે તેમના જીવનનો નોંધપાત્ર ભાગ વિતાવ્યો છે.
PM એકતા પરેડમાં આપશે હાજરી
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર સરકારે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો. 31 ઓક્ટોબરે કેવડિયા એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. 31મી ઑક્ટોબરે 2018થી શરૂ થઈને અહીં એકતા પરેડ આજ સુધી યોજવામાં આવી રહી છે. આ વર્ષે પણ થશે. રાષ્ટ્રીય એકતા પરેડના પ્રભારી કેટલાક અધિકારીઓએ કેવડિયાને પોતાનું ઘર બનાવી લીધું છે. આ વર્ષે મોટી ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરિક્ષાની નવી પેપર સ્ટાઈલ જાહેર
31 ઓક્ટોબરે લોકાર્પણ અને ભૂમિપૂજનની ઉજવણી
બીએસએફના ડીજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં એક મુલાકાત લીધી છે. આ વર્ષના આકર્ષણોમાં નવા સ્નેક હાઉસ અને વિવિધ મ્યુઝિયમનો સમાવેશ થાય છે. વિઝિટર સેન્ટર, પબ્લિક સાયકલીગ શેરિંગ, ઇ-બસ, ઓથોરાઈઝડ ગાઈડ સર્વિસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી થી નર્મદા ડેમ સુધી ફેમિલી બોટ, SBB થી SOU સુધીની સ્પીડ બોટ, અને 100 બેડની ટ્રોમાં હોસ્પિટલ ઓપન જંગલ સફારીનું ભૂમિપૂજન (કેનાલ 0 પોઇન્ટ નજીક) વર્ષ 2023 -2024 ગુજરાત સરકારના બજેટમાં પણ તેનો ઉલ્લેખ હતો. પછી 31 ઓક્ટોબરના રોજ આ નોંધપાત્ર મોટા કરોડોના આકર્ષણોનું લોકાર્પણ અને ભૂમિપૂજનની ઉજવણી કરશે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |