વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવશે માદરે વતન, ખેરાલુના અરઠી ખાતે સભા સંબોધશે

વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવશે માદરે વતન: 30 તારીખે વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ આવે છે માદરે વતન વડનગર અને ખેરાલુ ના લોકાર્પણ પ્રસંગે 1500 કરોડ ના વિવિધ કામોના ખાતમુહૂર્તો માટે ખેરાલુના અરઠી ખાતે સભા સંબોધશે.

વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવશે માદરે વતન

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. 30મીએ PM મોદી ખેરાલુમાં સભા સંબોધશે, 31મીએ તેઓ કેવડિયા જશે. દિવાળી બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી નક્કી થયા પછી તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસનું આયોજન કરશે. અમિત શાહ પણ અમદાવાદમાં છે. જેમાં માણસા, સાણંદ અને કલોલમાં વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેવાના છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 31 ઑક્ટોબરના સ્ટેચ્યુ ઑફ યુનિટી-SOU-સરદાર જયતિ પરના કાર્યક્રમ પહેલાંના વધારાના દિવસના રોકાણનો સમાવેશ કરતું સુધારેલું સમયપત્રક તૈયાર થઈ રહ્યું છે. PMOની જાણકારી મુજબ, નરેન્દ્ર મોદી હવે 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ આ દિવસે ખેરાલુ, મહેસાણામાં એક વિશાળ જાહેર સભાને સંબોધશે તેમજ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બીજા દિવસે જશે.

PM એકતા પરેડમાં આપશે હાજરી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર સરકારે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો. 31 ઓક્ટોબરે કેવડિયા એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. 31મી ઑક્ટોબરે 2018થી શરૂ થઈને અહીં એકતા પરેડ આજ સુધી યોજવામાં આવી રહી છે. આ વર્ષે પણ થશે. રાષ્ટ્રીય એકતા પરેડના પ્રભારી કેટલાક અધિકારીઓએ કેવડિયાને પોતાનું ઘર બનાવી લીધું છે. આ વર્ષે મોટી ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરિક્ષાની નવી પેપર સ્ટાઈલ જાહેર

26 અને 27 સપ્ટેમ્બર બે દિવસ ગુજરાતમાં હતા

લગભગ એક મહિના સુધી ગુજરાતની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તેમના પ્રવાસના બીજા તબક્કામાં છે. 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ભાજપના જાણકારો અને સરકારી તંત્ર બંને તપાસ કરી રહ્યા છે. કારણ કે 26 અને 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના બોડેલી ખાતે વિકાસ કામના કાર્યક્રમો લોકાપર્ણ અને ખાતમુહૂર્ત અંગેની જાહેર સભામાં તેમણે વાત કરી હતી. તેઓ દિવાળી પછી સૌરાષ્ટ્રના પ્રવાસે જવાની ધારણા છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version