NPCI UPI ID: 31 ડિસેમ્બર પછી PhonePe અને Google Pay નું ટ્રાન્જેક્શન બંધ થઈ જશે

NPCI UPI ID: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI ને લઈને મુખ્ય સૂચનાઓ જારી કરી છે. UPIનું સંચાલન કરતી સંસ્થાએ PhonePe અને Google Pay જેવી તૃતીય-પક્ષ એપ્લિકેશનો અને બેંકોને આવા UPI ID ને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં એક વર્ષ સુધી કોઈ વ્યવહાર થયો નથી. આ કરતા પહેલા યુઝર્સને ઈમેલ અથવા મેસેજ દ્વારા નોટિફિકેશન મોકલવા માટે પણ કહેવામાં આવ્યું છે. NPCIએ આ માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.

NPCI UPI ID

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, તમામ TPAP અને PSP બેંકો એવા ગ્રાહકોના UPI ID અને સંકળાયેલ મોબાઈલ નંબરને ઓળખશે જેમની સાથે છેલ્લા એક વર્ષમાં કોઈ નાણાકીય વ્યવહાર (ક્રેડિટ અથવા ડેબિટ) કરવામાં આવ્યો નથી. નવા વર્ષ પછી યુઝર્સ આવા UPI પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.

જુઓ શું કારણ બંધ થશે આ સુવિધા?

NPCI એ આવા UPI ID ને ઓળખવા માટે બેંકો અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. NPCI ની આ માર્ગદર્શિકાઓનો એકમાત્ર હેતુ એ છે કે પૈસા કોઈ પણ રીતે ખોટી વ્યક્તિને ટ્રાન્સફર ન કરવા જોઈએ અને ન તો તેનો દુરુપયોગ થવો જોઈએ.

આ પણ વાંચો : PM મોદી અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલીયાની ફાઈનલ મેચ જોવા આવશે

વાસ્તવમાં, ઘણી વખત એવું બને છે કે જ્યારે લોકો પોતાનો મોબાઈલ નંબર બદલે છે, ત્યારે તેઓ તેની સાથે જોડાયેલ UPI આઈડી અલગ કરવાનું ભૂલી જાય છે. ઘણા દિવસો સુધી નંબર સ્વીચ ઓફ હોવાને કારણે જ્યારે કોઈ બીજાને નંબર એલોટ કરવામાં આવે છે, ત્યારે UPI ID પહેલાથી જ તે નંબર સાથે લિંક હોય છે. આવી સ્થિતિમાં ખોટા વ્યવહારની શક્યતા અનેકગણી વધી જાય છે. યુપીઆઈ આઈડી નિષ્ક્રિય કરતા પહેલા બેંક યુઝર્સને ઈમેલ અથવા મેસેજ દ્વારા સૂચના પણ મોકલશે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version