વિશ્વટેકનોલોજી

Online Fraud Tips: શું તમને ખબર છે ઓનલાઈન ફ્રોડ કેવી રીતે થાય છે?

શું તમને ખબર છે ઓનલાઈન ફ્રોડ કેવી રીતે થાય છે?
 • દુનિયામાં જ્યાં ટેકનોલોજી આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે.
 • ઓનલાઈન છેતરપિંડી વધુને વધુ અત્યાધુનિક બની છે
 • આ પોસ્ટમા જાણીએ સૌથી વધુ ઓનલાઇન ફ્રોડ થતા હોય તેવી બાબતોમા શું ધ્યાન રાખશો.
 • અત્યારે કેટલા એ પ્રકારના ફ્રોડ થાય છે.
 • તમારી સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ આ નંબર 155260 પર કોલ કરો.

Online Fraud Tips: એવી દુનિયામાં જ્યાં ટેકનોલોજી આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે, ઓનલાઈન વ્યવહારો, ખરીદી અને સંચારની સગવડ તેના પોતાના જોખમો સાથે આવે છે. ઓનલાઈન છેતરપિંડી વધુને વધુ અત્યાધુનિક બની છે, જે વ્યક્તિઓ માટે જાગ્રત રહેવું અને તેમની અંગત અને નાણાકીય માહિતીને સુરક્ષિત રાખવા વિશે માહિતગાર રહેવાનું નિર્ણાયક બનાવે છે. આ વ્યાપક માર્ગદર્શિકામાં, અમે અસરકારક વ્યૂહરચનાઓ અને ઑનલાઇન છેતરપિંડી ટિપ્સ શોધીશું જે તમને તમારી ડિજિટલ હાજરીને સુરક્ષિત કરવામાં મદદ કરશે. આજની આ પોસ્ટમા જાણીએ સૌથી વધુ ઓનલાઇન ફ્રોડ થતા હોય તેવી બાબતોમા શું ધ્યાન રાખશો.

Online Fraud Tips

ઈન્ટરનેટ દ્વારા પ્રભુત્વ ધરાવતા યુગમાં, ઓનલાઈન છેતરપિંડી વધતી જતી ચિંતા બની ગઈ છે. સાયબર અપરાધીઓ અસંદિગ્ધ વ્યક્તિઓનું શોષણ કરવા માટે સતત નવી રીતો ઘડી રહ્યા છે. તમારી જાતને જ્ઞાનથી સજ્જ કરવું અને તમારી ઑનલાઇન હાજરીને સુરક્ષિત રાખવા માટે સક્રિય પગલાં લેવા જરૂરી છે. ચાલો ઓનલાઈન છેતરપિંડીની દુનિયામાં જઈએ અને સંભવિત જોખમોથી પોતાને બચાવવા માટેની ટીપ્સનું અન્વેષણ કરીએ.

કેવા કેવા પ્રકારના ફ્રોડ થાય છે ?

 • જોબ ફ્રોડ
 • ઓનલાઇન શોપીંગ ફ્રોડ
 • લોટરી ફ્રોડ
 • QR કોડ સ્કેન ફ્રોડ
 • લોન ફ્રોડ
 • ફોટો મોર્ફીંગ
 • કસ્ટમર કેર ફ્રોડ
 • વિડીયો કોલીંગ બ્લેકમેઇલ
 • ટ્રેડીંગ એપ.થી ફ્રોડ

જોબ ફ્રોડ

આ પ્રકારના ફ્રોડમા ગુનેગારો દ્વારા કોઇ પણ કંપનીના નામે ખોટો ઇ-મેઇલ કરી જોબ મળી ગયાનું કહેવામા આવે છે. બાદમાં ફોન મારફત ફેક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. અને ફેક જોબ ઓફર લેટર પણ આપવામાં આવે છે. જે બાદ રજીસ્ટ્રેશન ફી અને અન્ય ફી ના નામ પર અલગ અલગ ચાર્જ વસૂલી પૈસા પડાવવામાં આવે છે અને વેબસાઇટના ઉપયોગથી બેન્ક એકાઉન્ટ કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી ફ્રોડ કરત હોય છે. આવા ફ્રોડબાજો થી હંમેશા સાવધ રહો.

આ પણ વાંચો : ગુજરાત ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન શરૂ

ઓનલાઇન શોપિંગ ફ્રોડ

છેતરપિંડી કરનારાઓ દ્વારા અમુક જાણીતી બ્રાન્ડ અથવા કંપનીના નામની અસલ જેવી જ દેખાતી ફેક વેબસાઇટ બનાવવામા આવે છે અને પ્રોડકટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ગ્રાહકને ઓનલાઇન ચૂકવણી માટે પ્રેરિત કરે છે.

લોટરી ફ્રોડ

લોટરી ફ્રોડ એ ફ્રોડ માટેની ખૂબ જ જાણીતી સીસ્ટમ છે. તમને આટલા લાખ કે આટલા કરોડની લક્કી ડ્રો લોટરી લાગી છે તેવા મેસેજ કે કોલ કરી બદલામા વિવિધ ફી ના નામ પર રકમ ટ્રાન્સફર કરવાનુ કહેવામા આવે છે. થોડી રકમથી શરૂ કરી આ માંગ પુરી થતી જ નથી અને ધીમે ધીમે કરીને તમારી ઘણી રકમ ટ્રાંસફર કરાવવામા આવે છે. આવા એજન્ટનો સંપર્ક કરવાથી કૌભાંડનો લક્ષ્યાંક શરૂ થાય અને પ્રોસેસિંગ ફી, ટ્રાન્સફર ફી, જેવી અલગ અલગ ફીના નામે ચાર્જ વસુલવામાં આવે છે.

લૉન ફ્રોડ

સોશિયલ મીડિયા માધ્યમથી અને વિવિધ લોન એપ. ના માધ્યમથી લોભામણી ઓછા ટકાના વ્યાજે લોન આપવાની સ્કીમ મોકલવામાં આવે છે. અને ઝડપથી લૉન આપી તમારા ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવે છે. કોઇપણ વેરિફિકેશન વગર આપવામાં આવતી લૉન ફ્રોડ હોય છે અને તેમાં બાદમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી, GST ફી જેવી અલગ અલગ ફીના નામ પર તમારી પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે.

કસ્ટમર કેર ફ્રોડ

ફ્રોડની આ રીતમા ગુનેગાર બેંક માથી બોલુ છુ તેવુ કહી ફ્રોડ કોલ કરતા હોય છે. જેમાં KYC અપડેટ કરવા માટે કહેવામાં આવે છે. અથવા તમારા એટીએમ કાર્ડની મુદત પુરી થઇ ગઇ છે તેવુ કહી રીન્યુ કરવા માટે કહેવામા આવે છે. તમને નિઃશુલ્ક ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આમ અલગ અલગ રીતે વાત કરી OTP મેળવી ગ્રાહક ના બેન્ક એકાઉન્ટ સાફ કરવામા આવે છે.

QR કોડ સ્કેન ફ્રોડ

ઠગબાજો સોસીયલ મીડિયા માધ્યમથી અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવી નાના વેપારીઓને ફ્રોડ કરવા માટે ટાર્ગેટ કરતા હોય છે. આર્મી મેનની ખોટી ઓળખ આપી ખોટા આઇકાર્ડ પણ બતાવતા હોય છે અને બાદમાં વેપારીઓનો વિશ્વાસ કેળવી મોટા પ્રમાણમાં વસ્તુનો ઓર્ડર આપતા હોય છે જે પેમેન્ટ માટે અલગ અલગ એપ્લિકેશન ઉપયોગ કરવામા આવે છે. ત્યારબાદ પહેલી વખત QR કોર્ડ મારફત ઓછા રૂપિયા વેપારીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી બાદમાં પુરી રકમ એકાઉન્ટમાં આપવા બીજી વખત QR કોર્ડ મારફત સ્કેન કરાવવામા આવે છે જેમાંથી વેપારી ના એકાઉન્ટમાંથી રૂપિયા સાફ થઇ જાય છે.

ટ્રેડિંગ એપથી ફ્રોડ

ટ્રેડિંગ એપ ફ્રોડમાં +2, +3, +10 વગેરે નંબર પરથી વોટસએપમાં મેસેજ કરવામા આવે છે. જેમાં ઓછા સમયમાં બમણી રકમ પરત આપવાની લોભામણી સ્કીમ આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં સમયે વળતર વધતું હોવાનું એપ્લિકેશનમાં દર્શાવવામા આવે પરંતુ રોકાણ પરત માટે કહેતા સમયે રકમ પરત કરવાને બદલે છેતરપિંડી આચરી રૂપિયા પરત આપવામાં આવતા નથી

ફોટો મોર્ફિંગ

મોર્ફિંગનો અર્થ છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ફોટો એડીટીંગ ટુલ્સનો ઉપયોગ કરી વાસ્તવિક ફોટાને બદલે ફોટા બદલવામાં આવતા હોય છે જેમાં યુવતીઓના ફોટાનો વધુ ઉપયોગ થતો હોય છે. આવા ક્રિમિનલ જુદી જુદી વેબસાઇટ પર નકલી અથવા વાસ્તવિક પ્રોફાઇલ દ્વારા યુવતીઓની ઈમેજ ડાઉનલોડ કરી મોર્ફ કરે છે. બાદમાં મોર્ફડ કરેલી ઈમેજ સોશીયલ મીડીયામા શેર કરવાનુ કહી બ્લેકમેલ કરવામાં આવે છે.

વીડિયો કોલિંગ બ્લેકમેઇલ

ફ્રોડ ની આ રીતમા સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવવામા આવે છે. બાદમાં અલગ અલગ લોકોને રિકવેસ્ટ મોકલે છે. બાદમાં વાતચીત કરી વીડિયો કોલ કરવામાં આવે છે અને ન્યુડ હાલતમાં થવાનું જણાવી વીડિયો કોલિંગ સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે છે. બાદમાં વીડિયો મોકલી રૂપિયાની માંગણી કરી બ્લેકમેઇલ કરવામાં આવે છે.

ફ્રોડની સામે લડવાનો રસ્તો

મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે છેતરપિંડી થયા પછી પણ તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે, આ કામ કરવું જોઈએ જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. સરકારે સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે, આ નંબર પર કોલ કરીને તમે સાયબર ક્રાઈમ સંબંધિત ઘટનાઓની ફરિયાદ કરી શકો છો.

આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરવો

જો તમારી સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ આ 155260 પર કોલ કરો. આ નંબર પર કૉલ કર્યા પછી, તમારા ખાતામાંથી ઉપડેલા પૈસા મેળવવામાં સરળતા રહેશે અને સાયબર ઠગ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર એક રીતે વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનની જેમ કામ કરે છે. જ્યારે તમે આ નંબર પર કૉલ કરો છો, ત્યારે તમારી સાથે થયેલી છેતરપિંડી સંબંધિત તમામ માહિતી આપવાની રહેશે.

મહત્વની લિંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button