રમતગમત
Trending

Gujarat Khel Mahakumbh 2023: ગુજરાત ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન શરૂ

ગુજરાત ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન શરૂ
  • ગુજરાત ખેલ મહાકુંભ એ બહુપ્રતિક્ષિત ઇવેન્ટ છે.
  • રમતગમત વ્યક્તિને શારીરિક અને માનસિક બંને સ્તરે ઉચ્ચ સ્તરની તંદુરસ્તી જાળવવામાં સક્ષમ બનાવે છે.
  • ગુજરાતની સમૃદ્ધ રમત સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે.
  • ગુજરાત ખેલ મહાકુંભ માં કુલ 29 થી વધારે રમતો સામેલ છે.
  • ખેલ મહાકુંભ 2023 માં રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in/ છે.
  • ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે.

Gujarat Khel Mahakumbh 2023: ગુજરાત ખેલ મહાકુંભ એ બહુપ્રતિક્ષિત ઇવેન્ટ છે જે ભારતના ગુજરાત રાજ્યમાં ખેલદિલીની ભાવનાને જીવંત કરવાનું વચન આપે છે. રમતગમત વ્યક્તિને શારીરિક અને માનસિક બંને સ્તરે ઉચ્ચ સ્તરની તંદુરસ્તી જાળવવામાં સક્ષમ બનાવે છે. આ ભવ્ય રમતગમતની ઉત્કૃષ્ટતા એથ્લેટ્સ, રમતપ્રેમીઓ અને દર્શકોને એકસરખું મોહિત કરવા માટે તૈયાર છે, જે ગુજરાતની સમૃદ્ધ રમત સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની દરખાસ્તને ગુજરાત રાજ્યની રાજ્ય સરકારની સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. આ લેખમાં અમે ગુજરાત ખેલ મહાકુંભ 2023 ની વિગતોનો અભ્યાસ કરીશું અને તેના મહત્વને અન્વેષણ કરીશું.

Gujarat Khel Mahakumbh 2023

નામખેલ મહાકુંભ 2023
વિભાગસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
ખેલ મહાકુંભનો ઉદ્દેશગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયાઓનલાઈન અને ઓફલાઈન
કુલ રમતોની સંખ્યા29 થી વધારે
Khel Mahakumbh Registration Starting Date23 સપ્ટેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટhttps://khelmahakumbh.gujarat.gov.in/

ખેલ મહાકુંભ 2023 રમત યાદી

ખેલ મહાકુંભમાં કઈ કઈ ગેમનો સમાવેશ કરવામાં આવશે, તેની લિસ્ટ નીચે આપેલી છે:

  • બોક્સિંગ
  • બેડમિન્ટન
  • વોલીબોલ
  • શૂટીંગ બોલ
  • આર્ટીસ્ટીસક સ્કેટટીંગ
  • વેઇટ લીફ્ટીંગ
  • ટેનીસ
  • હોકી
  • ટેકવેન્ડોસ
  • સાઇકલીંગ
  • જીમ્નાસ્ટીક
  • કરાટે
  • એથ્લેલટીકસ
  • આર્ચરી
  • બાસ્કેટબોલ
  • ટેબલ ટેનીસ
  • યોગાસન
  • હેન્ડબોલ
  • કુસ્તી
  • ખો-ખો
  • સ્વીમીંગ
  • સ્કેટીંગ
  • શૂટીંગ
  • ફૂટબોલ
  • ચેસ
  • કબડ્ડી
  • રસસો ખેંચ
  • મલખામ્બ

ખેલ મહાકુંભ 2023 માં રજીસ્ટ્રેશન માટે ડૉક્યુમેન્ટ શું-શું જોઈશે?

  • આધારકાર્ડની નકલ
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર
  • અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી Registration કરાવવાનું રહેશે.
  • Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું Registration પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.
  • ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ I.D. અને Password ની માહિતી મોબાઈલ પર SMS અથવા e-Mail થી પ્રાપ્ત થશે.

આ પણ વાંચો : ICC Cricket World Cup 2023 Schedule

ખેલ મહાકુંભ 2023 માં રજીસ્ટ્રેશનના પ્રકાર

ખેલ મહાકુંભ ગુજરાતમાં વિવિધ પ્રકારના રજીસ્ટ્રેશન થાય છે જે નીચે પ્રમાણે છે.

  • નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન
  • જુના ખેલ મહાકુંભ આઇડીથી વ્યક્તિગત રજીસ્ટ્રેશન
  • નવું ટીમ રજીસ્ટ્રેશન
  • જુના ટીમ આઈડી થી ટીમ રજીસ્ટ્રેશન
  • શાળા/કોલેજના રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશન માટે શું-શું પાત્રતા જોઈએ?

  • ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી છે.
  • ઉમેદવારની ઉંમર સ્પર્ધાની શરતો મુજબ હોવી જોઈએ.
  • ખેલાડીએ રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે.

ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે વયમર્યાદા શું જોઈશે?

ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ ઉમર પ્રમાણે રમત રમાડવામાં આવશે:

  • 11 Age Group માં તા- 01-01-2012 અને તે પછી જન્મેલા રમતાવીરો ભાગ લઈ શકશે.
  • Under 14 Age Group માં તા- 01-01-2009 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.
  • Under 17 Age Group માં તારીખ-01-01-2006 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.
  • Open Age Group માં 17 વર્ષથી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ- 01-01-1978 થી 31-12-2006 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.

ખેલ મહાકુંભ 2023 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ

ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે. ખેલ મહાકુંભ ૨૦૨૩ વિશે અન્ય મહત્વની માહિતી ખેલ મહાકુંભ ૨૦૨૩ની સ્પર્ધાઓ ગામ, તાલુકા અને જિલ્લા સ્તરે યોજવામાં આવશે. જિલ્લા સ્તરની સ્પર્ધામાં જીતનારા ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીતનારા ખેલાડીઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.

ખેલ મહાકુંભ 2023 હેલ્પલાઈન નંબર

  • નંબર: 18002746151
  • એડ્રેસ: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન સેકટર-10, ગાંધીનગર

મહત્વની લિંક

લૉગિન

નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન

જૂના ખેલ મહાકુંભ આઈડી થી વ્યકિતગત રજીસ્ટ્રેશન

નવું ટીમ રજીસ્ટ્રેશન

જૂના ટીમ આઈડી થી ટીમ રજીસ્ટ્રેશન

શાળા/કોલેજ ના રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ

ગુજરાત ખેલ મહાકુંભમાં વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: ખેલ મહાકુંભમાં કુલ કેટલી રમતો સામેલ છે?
જવાબ:
29 થી વધારે

પ્રશ્ન: ખેલ મહાકુંભ 2023 માં રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ કઈ છે?
જવાબ:
https://khelmahakumbh.gujarat.gov.in/

પ્રશ્ન: ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે થઈ?
જવાબ:
2010

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button