Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ: 05/11/2023

No PDF file available.

ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023-24 યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીએ 22/09/2023 થી 05/11/2023 સુધી આ વેબસાઇટ @https://www.digitalgujarat.gov.in/ પર ફોર્મ ભરવાનું રહેશે.

શિક્ષણ વ્યક્તિના ભવિષ્યને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કે, ઘણા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે નાણાકીય અવરોધો ઘણીવાર નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે. આ બોજને ઘટાડવા માટે, ગુજરાત સરકારે વર્ષ 2023 માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ કાર્યક્રમ રજૂ કર્યો છે. આ પહેલનો હેતુ લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ આર્થિક ચિંતા વિના તેમના શૈક્ષણિક સપનાને આગળ ધપાવી શકે.

Digital Gujarat Scholarship 2023

યોજનાનું નામડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
જાહેરાત કરનારગુજરાત રાજ્ય સરકાર
યોજના લાભનાણાકીય લાભ
યોજના લાભાર્થીSC/ST/OBC જાતિ માટે
અરજી કરવાની રીતઓનલાઈન
છેલ્લી તારીખ05/11/2023
સત્તાવાર વેબસાઇટhttps://www.digitalgujarat.gov.in/

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોકયુમેન્ટ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમા ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદિ નીચે આપેલ છે.

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

આ પણ વાંચો : જુઓ ડાયાબિટીસના થવાના 4 સૌથી મોટા કારણ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કોણ ફોર્મ ભરી શકે?

  • આ કોર્સ કોઈપણ વિદ્યાર્થી માટે ખુલ્લો છે જેમણે ધોરણ 10 પૂર્ણ કર્યું છે, જેમાં હાલમાં ધોરણ 11 અથવા 12માં નોંધાયેલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, ITI વિદ્યાર્થીઓ અને અન્યનો સમાવેશ થાય છે.
  • નવા અને પરત આવતા વિદ્યાર્થીઓ માટેનું ફોર્મ.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ કેવી રીતે ભરવુ?

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલાં, તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ત્યાં તમારા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી તમારે Services ઉપર ક્લિક કરીને Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • પછી, Request A New Service અથવા Renew પર ક્લિક કરો
  • તે કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • Registration Details પેજ ખુલશે તેમાં સાચી વિગતો ભરીને Save And Next બટન પર ક્લિક કરો.
  • પછી, Bank Details, Academic Details, Disability Details અને Attachment માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save Draft કરો.
  • હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.
  • ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ફોર્મ સબમીટ થઈ જશે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે હેલ્પ લાઇન નંબર

  • 18002335500

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 અગત્યની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂ તારીખ : 22/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2023

મહત્વપૂર્ણ લિંક

રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
SC વિદ્યાર્થીઓ માટે સૂચનાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમાં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
જવાબ :
05 નવેમ્બર 2023

પ્રશ્ન : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સત્તાવાર વેબસાઇટ શું છે ?
જવાબ :
https://www.digitalgujarat.gov.in/

Leave a Comment