મનોરંજન

Navratri 2023: ગુજરાતના કલાકારો આ નવરાત્રીમાં ક્યાં પરફોર્મ કરશે, તમામ કલાકારોનું લિસ્ટ

ગુજરાતના કલાકારો આ નવરાત્રીમાં પરફોર્મ કરશે
  • નવરાત્રિ, આનંદ, ભક્તિ અને નૃત્યનો તહેવાર છે.
  • હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.
  • નવરાત્રી એટલે ગરબે રમવા અને ગાવાનો અવસર.
  • 15 ઓક્ટોબરથી નવરાત્રિ નો પ્રારંભ થશે.
  • 24 ઓક્ટોબર નવરાત્રીનો છેલ્લો દીવસ છે.

Navratri 2023: નવરાત્રિ, આનંદ, ભક્તિ અને નૃત્યનો તહેવાર છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી એટલે ગરબે રમવા અને ગાવાનો અવસર. નવરાત્રીની લોકો રાહ જોઇ રહ્યા હોય છે. એમા પણ પોતાના પ્રિય કલાકાર હોય તો ગરબે ઘૂમવાનો આનંદ જ કઈક અલગ હોય છે. આ નવરાત્રીમાં સાગર પટેલ, જિગ્નેશ બારોટ, કિર્તીદાન ગઢવી થી માંડી ગીતાબેન રબારી અને કિંજલ દવે સહિતના પ્રખ્યાત કલાકારો ગરબામાં ક્યાં પરફોર્મ કરવાના છે તેની માહિતી અમે આ લેખમાં આપીશું.

Navratri 2023

15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રિ દરમિયાન માતા ભગવતીના દરબારને શણગારવામાં આવશે. નવરાત્રી વર્ષમાં ચાર વખત દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, બે ગુપ્ત નવરાત્રી અને બે સીધી (ચૈત્ર અને શારદીય) નવરાત્રી. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન શક્તિની ઉપાસના કરનારાઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ લેખમાં અમે જણાવીશું કે આ વર્ષે યોજાનાર નવરાત્રીમાં સાગર પટેલ, જિગ્નેશ બારોટ, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી અને કિંજલ દવે સહિતના સુપ્રસિદ્દ્ધ કલાકારો ગરબામાં ક્યાં પરફોર્મ કરવાના છે તેની સંપૂર્ણ માહિતી જોઈએ.

આ નવરાત્રીમાં પરફોર્મ કરનાર તમામ કલાકારોનું લિસ્ટ

ગીતા રબારી

સુરીલા ગાયક કલાકાર ગીતાબેન રબારી આ નવરાત્રી મા મુંબઇ ગરબા મા પરફોર્મ આપનાર છે.

કિંજલ દવે

ચાર ચાર બંગડી વાડી ગાડી ગીતથી ફેમસ થનાર કિંજલ દવે નવરાત્રી 2023 મા બોરીવલી મુંબઇ નવરાત્રી મા પરફોર્મ આપનાર છે.

સાગર પટેલ

માં ઉમિયા માતાજીના ભક્ત એવા સાગર પટેલ આ વખતે અમદાવાદ માં નિકોલ ખાતે સરદાર પાર્ટી પ્લોટમાં નવરાત્રિની રમજટ બોલાવશે.

આ પણ વાંચો : LPG Gas Price

ઐશ્વર્યા મજમુદાર

ગરબા ના તાલે એકસાથે હજાર લોકો ઝૂલતા હોય તેવા સુરીલી ગાયક કલાકાર એશ્વર્યા મજમુદાર આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા ગરબામા પરફોર્મ આપનાર છે.

કિર્તીદાન ગઢવી

નવરાત્રી હોય કે ના હોય કોઇ પણ પ્રસંગ મા જેના ગરબા પર લોકો સૌથી વધુ ઝુમે છે તેવા કીર્તીદાન ગઢવી નવરાત્રી 2023 મા તમામ દિવસ 15 થી 24 ઓકટોબર એસ.પી. રીંગ રોડ પર યોજાતા પાર્ટી પ્લોટ મા પરફોર્મ આપનાર છે.

ફાલ્ગુની પાઠક

ગરબા ક્વીન એટલે કે ફાલ્ગુની પાઠક આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા પાર્ટી પ્લોટ ગરબા મા પરફોર્મ આપનાર છે.

જિગ્નેશ બારોટ

ગરબા માટે જાણીતા કલાકાર જિગ્નેશ કવીરાજ આ નવરાત્રી મા 15 થી 23 ઓકટોબર દરમિયાન અમદાવાદ ના એસ.જી.હાઇવે, ગોતા ક્રિકેટ ગ્રાઉન્ડ મા યોજાતા ગરબા મા પરફોર્મ આપનાર છે.

પાર્થીવ ગોહીલ

પાર્થીવ ગોહીલ આ નવરાત્રી મા ગોરેગાંવ મુંબઇ મા પરફોર્મ આપનાર છે. આ વખતે મુંબઇ મા પણ ગુજરાત ની જેમ જ બૂમ પડાવશે.

ઓસમાણ મીર

ઓસમાણ મીર આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર દરમિયાન કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ, બોરીવલી. મુંબઇ મા પરફોર્મ આપનાર છે.

અતુલ પુરોહિત

જેના ગરબા ના તાલે એકસાથે 40 થી 50 હજાર લોકો ઝૂલતા હોય તેવા ગરબા માટે ખૂબ જ ફેમસ અતુલ પુરોહિત દર વખત ની જેમ બરોડા ના સુપ્રસિદ્દ્ધ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા મા પરફોર્મ આપનાર છે.

આદિત્ય ગઢવી

ખૂબ જ સુરીલા ગાયક એવા આદિત્ય ગઢવી આ નવરાત્રી મા તારીખ 16 થી 24 ઓકટોબર દરમિયાન એસ.એસ.ફાર્મ અમદાવાદ મા પરફોર્મ આપનાર છે.

ઉમેશ બારોટ

ઉમેશ બારોટ આ નવરાત્રી મા તમામ દિવસો મા સુવર્ણ નવરાત્રી, વેસુ, સુરત ખાતે પરફોર્મ આપનાર છે.

વિક્રમ ઠાકોર

સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોર આ નવરાત્રી મા ગાંધીનગર, પાટણ અને અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા અલગ અલગ દિવસે પરફોર્મ આપનાર છે.

અરવીંદ વેગડા

સુપ્રસિદ્ધ ગરબ કલાકાર અરવીંદ વેગડા નવરાત્રી 2023 મા તા. 15 થી 28 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે.

વૈશાલી ગોહીલ

વૈશાલી ગોહીલ આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી એપ્રીકોટ એસી ડોમ, રામકથા રોડ, કતારગામ સુરતમા પોતાનુ પરફોર્મ આપનાર છે.

પાર્થ ઓઝા

પાર્થ ઓઝા આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પોતાનુ પરફોર્મ આપનાર છે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button