Gujarat Anganwadi Bharti 2023: આતુરતાથી રાહ જોઈ રહેલી ગુજરાતની બહેનો માટે એક સારા સમાચાર આવ્યા છે. સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત ICDS શાખા, ગુજરાતની વિવિધ જીલ્લા પંચાયત/મહાનગરપાલિકાઓ દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે ઓનલાઈન ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી ગઈ છે. કાર્યકર/તેડાગરની લઘભગ 10,000+ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Gujarat Anganwadi Bharti 2023
સરકારે ગુજરાતમાં વિવિધ આંગણવાડીઓમાં કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ 08/11/2023 અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2023 છે. યોગ્ય લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકે છે.
ગુજરાત આંગણવાડીમાં 10,000+ જગ્યાઓ માટે ભરતી જાહેર
જીલ્લો | આંગણવાડી કાર્યકર (વર્કર) | આંગણવાડી તેડાગર (હેલ્પર) |
રાજકોટ શહેર | 25 | 50 |
પાટણ | 95 | 244 |
જુનાગઢ શહેર | 18 | 23 |
નવસારી | 95 | 118 |
રાજકોટ | 137 | 224 |
બોટાદ | 39 | 71 |
ભાવનગર શહેર | 30 | 42 |
અમરેલી | 117 | 213 |
સુરેન્દ્રનગર | 99 | 144 |
વડોદરા શહેર | 26 | 62 |
દેવભૂમિ દ્વારકા | 82 | 158 |
નર્મદા | 55 | 111 |
ખેડા | 113 | 142 |
સુરત શહેર | 41 | 118 |
ભરૂચ | 102 | 177 |
તાપી | 43 | 111 |
મોરબી | 106 | 184 |
જામનગર શહેર | 22 | 42 |
અરવલ્લી | 79 | 103 |
ગાંધીનગર | 63 | 97 |
ગાંધીનગર શહેર | 12 | 20 |
પોરબંદર | 33 | 60 |
ભાવનગર | 120 | 253 |
પંચમહાલ | 98 | 309 |
મહીસાગર | 57 | 156 |
ગીર સોમનાથ | 56 | 79 |
જામનગર | 71 | 184 |
ડાંગ | 25 | 36 |
છોટા ઉદેપુર | 51 | 286 |
સુરત | 100 | 231 |
બનાસકાંઠા | 131 | 634 |
દાહોદ | 130 | 342 |
અમદાવાદ | 127 | 160 |
મહેસાણા | 139 | 212 |
વલસાડ | 97 | 307 |
કચ્છ | 253 | 394 |
અમદાવાદ શહેર | 140 | 343 |
જુનાગઢ | 84 | 125 |
સાબરકાંઠા | 101 | 129 |
આણંદ | 122 | 160 |
વડોદરા | 87 | 225 |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત આંગણવાડીની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આંગણવાડી કાર્યકર માટે શૈક્ષણિક લાયકત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને આંગણવાડી તેડાગર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.
ઉમ્મર ધોરણ
ગુજરાત આંગણવાડીની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આ પણ વાંચો : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી
પગાર ધોરણ
ગુજરાત આંગણવાડીની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આંગણવાડી કાર્યકર 10,000/- અને આંગણવાડી તેડાગર 5,500/-ને પગાર આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ગુજરાત આંગણવાડીની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે,
અરજી કઈ રીતે કરવી?
ગુજરાત આંગણવાડીની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખ
અરજી શરૂઆતની તારીખ : 08/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ : 30/11/2023
મહત્વની લિંક
સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |