સ્થાનિક સમાચાર

E-Challan Online: કોઈપણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ તે ઓનલાઈન ચેક કરો

કોઈપણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ તે ચેક કરો..
  • મોટા શહેરોમાં આ સેવા ચાલુ થઈ ગઈ છે.
  • સીસીટીવી ફૂટેજના આધારે ઈ-મેમો ઘરે જ મોકલવામાં આવશે.
  • ચલણ ચેક કરવાની ઓફિશિયલ વેબસાઇટ echallan.parivahan.gov.in આ છે.
  • ખોટુ ચલણ ફાટયું હોય તો ફરિયાદ કરી શકો છો.

E-Challan Online: હાલમાં ટ્રાફિક ની સમસ્યા બહુ વધુ થઈ ગઈ છે. હવે તમે ટ્રાફીક નિયમોનો ભંગ કરશો તો ઈ-ચલણ આપવામા આવશે. આજના ડીજીટલ યુગમાં વિવિધ કાર્યો ઓનલાઈન કરવા માટેની સગવડ જરૂરી બની ગઈ છે. આવું જ એક કાર્ય ટ્રાફિક દંડ ભરવાનું છે. સદનસીબે ઈ-ચલણ ઓનલાઈન સિસ્ટમના આગમનથી પ્રક્રિયા સરળ અને વધુ કાર્યક્ષમ બની છે. આ લેખમાં અમે અમે તમને તે કેવી રીતે કાર્ય કરે છે અને તે કેટલું જરૂરી છે તેની વાત કરીશું.

E-Challan Online

હાલમાં મોટા શહેરોમાં અસંખ્ય સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક કાયદાનો ભંગ કરનાર ડ્રાઈવરોને ઈ-મેમો ઘરે જ મોકલવામાં આવે છે. અને તમે કોઈપણ વાહનના ચલણની સ્થિતિ ઓનલાઈન ચેક કરી શકાય છે.

આ ક્ષણે આપણા રાજ્યના મુખ્ય શહેરો દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. લોકો વારંવાર ટ્રાફિકના નિયમોનો ખ્યાલ રાખ્યા વિના ભંગ કરે છે આ કિસ્સામાં તેમના વાહન નંબર પર ઇ-ચલણ ઓનલાઈન મોકલવામાં આવે છે. જો તમે અજાણતાં ટ્રાફિકના કાયદાનો ભંગ કર્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

તમારા ઘરની સગવડતાથી તમે ઓનલાઈન તપાસ કરી શકો છો કે તમારી કોઈપણ કાર અથવા વાહનમાં ચલણ જારી કરવામાં આવ્યું છે અથવા મેમો ફાટી ગયો છે કે કેમ. વધુમાં જો તમારા વાહન પરનું ચલણ ફાટી ગયું હોય તો તમે તેને તમારા ઘરેથી આરામથી ઓનલાઈન ચૂકવી શકો છો. હવે ચાલો વધુ નજીકથી જોઈએ કે તમારા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેને ચૂકવવા માટે શું કરશો તેની વિગતવાર માહિતી.

ચલણ ફાટયું છે કે નહિ તે ઓનલાઈન કેવી રીતે જોવું ?

  • સૌપ્રથમ તમારે ચલણ ચેક કરવા ઓફિશિયલ વેબસાઇટ echallan.parivahan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે.
  • અને તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર માં પણ ખોલી શકો છો.
  • ત્યારબાદ તમે ચેક ચલણ સ્ટેટસ Check Challan Status ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાં તમને બીજા ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) અહી તમે વ્હીકલ નંબરવાળો ઓપ્શન સીલેકટ કરો.
  • વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો.
  • હવે એક કેપ્ચા કોડ આવશે.
  • તમે ગેટ ડીટેલ Get Detail ઓપ્શન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ઓનલાઇન ચલણ ફાટયું છે કે નહી.
  • અથવા તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર આપશે હવે ફ્રી ડિશ TV

ખોટુ ચલણ ફાટયું હોય તો ફરિયાદ કરી શકો છો

જો તમે કોઇ ટ્રાફિક નિયમો નુ ઉલ્લંઘન ના કર્યુ હોય અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ ફાડયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એના માટે તમે ફરિયાદ પણ કરી શકો છો.

ઓનલાઈન ચલણ કેવી રીતે કરવું ?

  • જો તમને વેબસાઇટ પર જ ચલણની ડિટેલ્સ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
  • આના માટે તમારે ચલણની આગળ Pay Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તે પ્રક્રિયા હેઠળ હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
  • જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો.
  • હવે તમારે Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારી સ્ક્રીન પર વેબસાઈટમાં પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે.
  • હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

ઈ-ચલણ હેલ્પલાઈન નંબર

  • તમારે કોઈ ટેકનીકલ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.
  • Email: helpdesk-echallan[at]gov[dot]in
  • ફોન: 0120-2459171 (સમય: 6:00 AM – 10:00 PM)
ઈ-ચલણ ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહીં ક્લીક કરો 

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button