- તહેવારની શરૂઆતમાં જ અદાણી કંપનીએ ભાવ વધાર્યો.
- અદાણી એ એક જ મહિનામાં ચોથીવાર CNG માં ભાવ વધારો કર્યો છે.
- આ વખતે 15 પૈસાનો વધારા કર્યો છે.
- CNGનો નવો ભાવ 76.59 રૂપિયા પર પહોંચ્યો છે.
- સતત ભાવ વધતાં વાહન ચાલકોની હાલત ખરાબ થઈ રહી છે.
Adani CNG New Price: તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અદાણીએ તહેવારો ટાણે જ મોંઘવારીનો ડામ આપ્યો છે. લોકો પોતાના વાહનોમાં ઈંધણ તરીકે CNG ગેસનો ઉપયોગ કરે છે કારણ કે આ પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું પડે છે. લોકો માટે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા કપરા સમયની વચ્ચે અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. અદાણીએ એક જ મહિનામાં 4 વાર CNG માં વધારો કર્યો છે. CNG ના ભાવમાં સરેરાશ 12 દિવસે વધારો કરાયો છે.

Adani CNG New Price
લોકોને સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. અદાણી કંપનીએ આ મહીનામાં સખત ભાવ વધારા કર્યો છે. 15 પૈસાના વધારા સાથે સીએનજીનો નવો ભાવ 76.59 રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લા 4 માહિનામાં 10મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જો આવી રીતે સતત ભાવ વધતાં રહેશે તો લોકોને જીવન જરૂરિયાત માં મોટી મુશ્કેલી આવી શકે છે.
ભાવ વધારો કેટલીમી વખત થયો?
આ રીતે સતત વધી રહેલી મોંઘવારીએ લોકોનો પરસેવો પાડી નાખ્યો છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુ માં ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે જેવી કે, પેટ્રોલ, ડીઝલ, CNG, LPG, શાકભાજી, દૂધ ઉપરાંત અન્ય ખાવા પીવાની ચીજ વસ્તુના ભાવોમાં સતત વધારો થયો છે.
આ પણ વાંચો : સૂર્યયાન મિશનને લઈને ઈસરોએ દેશવાસીઓને આપ્યા મોટા સમાચાર
આ ભાવ ક્યારથી લાગુ થશે?
સતત ભાવ વધતાં વાહન ચાલકોની હાલત ખરાબ થઈ રહી છે. જેમાં સૌથી વધારે માર રિક્ષા ચાલકોને પડી રહ્યો છે. રિક્ષા ચાલકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અદાણી કંપનીએ 1 ઓક્ટોબરથી 15 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે CNG નો નવો ભાવ 76.59 રૂપિયા જેટલો થઈ ગયો છે. અદાણી કંપની દ્વારા છેલ્લા 4 માહિનામાં 10 મી વખત ભાવ વધારો કર્યો છે. જૂન મહિનાથી અદાણી કંપનીના ગેસમાં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે 1 ઓક્ટોબર થી નવો ભાવ 76.59 રૂપિયા થઈ ગયો છે.
ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાથે હવે તો CNG ના ભાવોમાં સતત વધારો થઈ રહયો છે. લોકો મોંઘવારીનો ભાર સહન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવોમાં તેજી જોવા મળી રહી છે. તેમજ ગુજરાતમાં CNG ના ભાવમાં 1 ઓક્ટોબરથી નવા ભાવો લાગુ કરી દેવાયા છે.
મહત્વપૂર્ણ લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |