વ્યવસાય

Mera Bill Mera Adhikar Yojana: હવે તમે પણ જીતી શકશો 10 હજારથી 1 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે

જીતો 10 હજારથી 1 કરોડ રૂપિયા..
 • આ યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે.
 • આ યોજનાનું નાં "મેરા બિલ મેરા અધિકાર" છે.
 • સરકાર આ યોજના હેઠળ તમને 10 હજારથી 1 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપશે.
 • હાલમાં આ યોજના 6 રાજ્યોમાં શરૂ કરાઇ છે.
 • જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

Mera Bill Mera Adhikar Yojana: ભારત જેવા વૈવિધ્યસભર અને વસ્તી ધરાવતા દેશમાં, ગ્રાહકોના અધિકારો અને કલ્યાણની ખાતરી કરવી એ સર્વોચ્ચ ચિંતાનો વિષય છે. તાજેતરના વર્ષોમાં એક નોંધપાત્ર પહેલ કે જેણે ધ્યાન ખેંચ્યું છે તે છે “મેરા બિલ મેરા અધિકાર યોજના” (માય બિલ, માય રાઇટ સ્કીમ). આ યોજનાનો હેતુ ગ્રાહકોને સશક્ત કરવાનો, તેમના હિતોનું રક્ષણ કરવાનો અને વ્યવહારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ વ્યાપક લેખમાં, અમે આ યોજનાના વિવિધ પાસાઓનો અભ્યાસ કરીશું, તેના મહત્વ, લાભો અને તે ભારતમાં ગ્રાહક સુરક્ષામાં કેવી રીતે ક્રાંતિ લાવી રહી છે તે સમજીશું.

Mera Bill Mera Adhikar Yojana

આપણા ભારત દેશમાં સતત થતી કરચોરીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. જેથી સામાન્ય લોકો મોબાઈલ એપ દ્વારા કરોડો રૂપિયાના ઈનામો જીતી શકે. આ એપનું નામ છે મેરા બિલ મેરા અધિકાર યોજના. આ યોજના માં લોકોને GST બિલ અપલોડ કરીને રોકડ ઇનામ જીતવાનો મોકો મળશે. આ યોજના હેઠળ સરકાર તમને 10 હજારથી 1 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપશે. ત્યારે આ યોજનામાં કેવી રીતે પ્રોસેસ કરવી અને કેવી રીતે તમે જીતી શકો તે વિશે વિગતવાર જણાવીએ.

આપણી કેન્દ્ર સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારીઓમાં GST બિલ આપવાની સીસ્ટમ એ પ્રોત્સાહન મળે તે માટે ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી છે. આ યોજનાની જાહેરાત કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે આના દ્વારા દર ત્રિમાસિક ગાળામાં 1-1 કરોડના બે બમ્પર ઇનામ આપવામાં આવનાર છે. એ જ સમયે, 10-10 હજારથી લઈને 10-10 લાખ રૂપિયા સુધીના અન્ય પણ ઘણા બધા ઈનામો પણ ભાગ લેનારાઓને આપવામાં આવનાર છે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

આ યોજના ભારતના ક્યાં રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે?

આ એપ પર લોકોએ બિલ અપલોડ કરવાના રહેશે જે બા લકી ડ્રો દ્વારા કરોડો રૂપિયાના ઈનામો જીતવાનો મોકો મળશે. આ યોજના ખાસ કરીને ગ્રાહકોને GST બિલ અથવા ઇન્વૉઇસ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. જો વધુને વધુ GST ઇન્વૉઇસ અપલોડ થશે, તો બિઝનેસમેન ટેક્સ ચૂકવવામાંથી બચી શકશે નહીં. તેનાથી સરકારની આવકમાં પણ નોધપત્ર વધારો થશે. અને દેશમાં થતી કરચોરી પણ અટકશે.

 • આસામ
 • ગુજરાત
 • હરિયાણા
 • પુડુચેરી
 • દમણ
 • દીવ અને દાદરાનગર હવેલી

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં થતી કરચોરી અટકાવવાનો છે. જેથી કરીને લોકો આ યોજનામાં ભાગ લઈને ખરીદેલા માલ માટે દુકાનદાર કે વેપારી પાસેથી GST બિલ લઈ શકે અને જ્યારે લોકો બિલ માંગવાનું શરૂ કરશે ત્યારે વેપારી કરચોરી કરી શકશે નહીં.

આ યોજના હેઠળ રોકડ ઇનામ મેવવવાની પ્રોસેસ શું છે?

મેરા બિલ મેરા અધિકાર યોજના હેઠળ લોકો 1 મહિના અથવા 3 મહિનાના ધોરણે જમા કરવામાં આવેલા GST બિલને લકી ડ્રોમાં સામેલ કરી શકાય છે. જેના માટે સરકારે કેટલાક જરૂરી નિયમો લાગુ કરવાની વાત કરી છે જેમ કે કોમ્પ્યુટરની મદદથી દર મહિને 500 લકી ડ્રો યોજાશે. જેમાં ભાગ લેનાર લાખો રૂપિયાના ઈનામો મેળવી શકે છે. આ સિવાય દર 3 મહિને બે લકી ડ્રો યોજાશે. જેના કારણે લોકોને 1 કરોડ રૂપિયા સુધીનું રોકડ ઇનામ જીતવાની તક તમને મળશે.

આ યોજનામાં કેટલા બિલ અપલોડ કરી શકાશે?

 • મેરા બિલ મેરા અધિકાર યોજના હેઠળ વ્યક્તિ એક મહિનામાં વધુ માં વધુ 25 બિલ તમે અપલોડ કરી શકો છો.
 • દરેક બિલની ઓછામાં ઓછી કિંમત 200 રૂપિયા હોવી જરજિયાત છે.
 • 200 રૂપિયાથી ઓછાનું બિલ અપલોડ કરવાનું સ્વીકારવામાં આવશે જ નહીં.

આ પણ વાંચો : તમારા મોબાઈલમાં PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

બિલ અપલોડ કરવા માટે કેવી રીતે અરજી કરવી?

મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 હેઠળ લોકોએ એપ દ્વારા અરજી કરવાની રહેશે. જેમાં તમારે GST બિલ અપલોડ કરીને સ્કીમનો લાભ લઈ શકશો.

 • સ્ટેપ 1: મેરા બિલ મેરા અધિકાર મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
 • સ્ટેપ 2: પ્રથમ વખત વપરાશકર્તાઓ માટે સાઇન અપ પર ક્લિક કરો.
 • સ્ટેપ 3: સરકારી ID મુજબ નામ અને અન્ય વિગતો દાખલ કરો.
 • સ્ટેપ 4: મોબાઈલ નંબર એન્ટર કરો અને Continue પર ક્લિક કરો.
 • સ્ટેપ 5: વિગતોની પુષ્ટિ કરો અને આગળ વધો ટેબ પર ક્લિક કરો.
 • સ્ટેપ 6: OTP દાખલ કરો અને ચકાસણી પર ક્લિક કરો OTP ની સફળ ચકાસણી પર સાઇન અપ પ્રક્રિયા પૂર્ણ થસે.
 • સ્ટેપ 7: જો તમારું નામ લકી ડ્રોમાં સામેલ હશે તો તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

મેરા બિલ મેરા અધિકાર એપમાંથી કેવી રીતે લોગીન કરવું?

લોગિન કરવા અને ઇન્વોઇસ અપલોડ કરવા માટે મોબાઇલ નંબર અને ઇન્સ્ટન્ટ OTP દાખલ કરો. ઇન્વોઇસ અપલોડ કરતી વખતે સહભાગીઓ પાસેથી નીચેની માહિતીની જરૂર પડશે.

 • સપ્લાયરનો GSTIN
 • બીલ નંબર
 • ઇન્વોઇસ તારીખ
 • ગ્રાહકનું ઇન્વોઇસ વેલ્યુ સ્ટેટ/યુટી
 • બમ્પર ડ્રો અગાઉના ત્રણ મહિનામાં (બમ્પર ડ્રો પહેલા મહિનાની પાંચમી તારીખ સુધી) અપલોડ કરેલા તમામ ઇન્વોઇસમાંથી ત્રિમાસિક ડ્રો આપવામાં આવશે.

અગત્યની લીંક

મેરા બિલ મેરા અધીકાર એપ ડાઉનલોડ કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button