શિક્ષણ
Trending

6 નવેમ્બરે નવા તલાટી અને જુનિયર કલાર્કને અપાશે નિમણૂક પત્રો, કોના હસ્તે અપાશે નિમણૂક પત્ર?

6 નવેમ્બરે નવા તલાટી અને જુનિયર કલાર્કને અપાશે નિમણૂક પત્રો: રાજ્યમાં અગાઉ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનાર પાત્ર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 6 નવેમ્બરના રોજ ગાંધીનગરે જુનિયર ક્લાર્ક અને નવા તલાટીઓને નિમણૂક પત્રો અપાશે. તમને જણાવી દઈએ કે લગભગ 4,500 જેટલા ઉમેદવારોને આ નિમણૂક પત્રો આપવામાં આવશે. દસ્તાવેજની ચકાસણી અને જિલ્લા ફાળવણીના નિષ્કર્ષ બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

6 નવેમ્બરે નવા તલાટી અને જુનિયર કલાર્કને અપાશે નિમણૂક પત્રો

CMના હસ્તે 4500 ઉમેદવારને નિમણૂક પત્ર અપાશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સવારે 9 કલાકે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાશે. તારીખ 10મી નવેમ્બરે ધનતેરસ હોવાના કારણે તારીખમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તલાટી, જુનિયર ક્લાર્ક ઇંગલિશ સ્ટેનોગ્રાફર સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવશે.

જિલ્લા ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જિલ્લા ફાળવણીની પ્રક્રિયા પૂરી કરી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ભરતી

GPSSB અધ્યક્ષ હસમુખ પટેલે શું કહ્યું?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે અગાઉ માહિતી પૂરી પાડી હતી, જેમાં જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ દ્વારા અમને લેટેસ્ટ માહિતી મળી એટલે અમે આ કામ તરત જ ચાલુ કર્યું છે. ઉમેદવારોને વધુ રાહ જોવી ન પડે તે માટે અમે તરત જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમણે એમ કહીને ચાલુ રાખ્યું કે તલાટીની જિલ્લા ફાળવણીને પગલે, સામાન્ય ઉમેદવારોની પ્રોફાઇલ સુલભ થશે, અને જગ્યાઓ ભરવાના પ્રયાસો કરવામાં આવશે. આ દરમિયાન, વેઇટિંગ લિસ્ટ સમયાંતરે અપડેટ કરવામાં આવશે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button