GPSCની પરીક્ષાઓ મોકૂફ, જુઓ કઈ પરીક્ષા મોકૂફ રખાઈ?
GPSCની પરીક્ષાઓ મોકૂફ: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે કે જાહેરાત ક્રમાંક 50/2023-24, 57/2023-24, 49/2023-24, 56/2023-24, 55/2023-24, 51/2023-24, 52/2023-24ની પ્રાથમિક કસોટીઓ મોકૂફ રાખવા બાબત.

GPSCની પરીક્ષાઓ મોકૂફ
આયોગ દ્વારા અધિક મદદનીશ ઈજનેર, પ્રિન્સીપાલ, નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી, ઔષધ નિરીક્ષક અધિકારી, લઘુ ભૂસ્તરશાસ્ત્રી, સિનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટની ડિસેમ્બર 2023માં યોજાનાર હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સબંધિત ઉમેદવારને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
આ તારીખે યોજાવાની હતી પરીક્ષા
GPSC દ્વારા વર્ગ 1,2,3ની પ્રાથમિક કસોટી ડિસેમ્બર 2023ના રોજ યોજાનાર હતી.
નવી તારીખ માટે વેબસાઈટ જોતા રહેવું
આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સબંધિત ઉમેદવારને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
આ પણ વાંચો : ગુજરાત આંગણવાડીમાં 10,000+ જગ્યાઓ માટે ભરતી જાહેર
ક્રમ | જગ્યાનું નામ અને વર્ગ | જાહેરાત ક્રમાંક |
1 | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ 3 (GWRDC) | 50/2023-24 |
2 | પ્રિન્સિપાલ / સુપ્રિટેન્ડન્ટ (હોમિયોપેથી), વર્ગ 1 | 57/2023-24 |
3 | અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ 3 (GWRDC) | 49/2023-24 |
4 | નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ 1 | 56/2023-24 |
5 | ઔષધ નિરીક્ષક અધિકારી, વર્ગ 2 | 55/2023-24 |
6 | લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ 3 | 51/2023-24 |
7 | સિનિયર સાયન્ટીફીક આસિસ્ટન્ટ, વર્ગ 3 (GWRDC) | 52/2023-24 |
મહત્વની લિંક
પરિપત્ર જોવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |