બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023: પેટ્રોલનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. જેમાં ઇલેક્ટ્રિક બાઇક સહાયની જોગવાઈ જોવા મળી હતી. તાજેતરમાં, લોકોને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવામાં મદદ કરવા માટે સરકારી સહાયતા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જે બેટરી પર ચાલતું ત્રણ પૈડાવાળું વાહન છે. આ યોજનાનો લાભ કઈ રીતે મળશે?

બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023
યોજનાનુ નામ | બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023 |
લાભાર્થી જૂથ | ગુજરાત ના નાગરીકો |
મળવાપાત્ર સહાય | રૂપિયા 48000/- |
અમલીકરણ | ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી |
ફોર્મ ક્યાથી મેળવવું? | વેબસાઇટ પરથી |
સત્તાવાર વેબસાઇટ | https://geda.gujarat.gov.in |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
ફોર્મ કોણ ભરી શકે?
- વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો
ફોર્મ ક્યાંથી મેળવવું?
- જેડ દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઈટ geda.gujarat.gov.in
ફોર્મ સાથે શું માહિતી જોડવાની રહેશે?
વ્યક્તિગત અરજદાર
- આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ.
- ત્રિ ચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ.
- અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / દિવ્યાંગ / મહિલા સાહસિક / સ્ટાર્ટઅપ સાહસિક / સામાજિક આર્થિક મોંજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ / અતિગરીબ / બિન અનામત વર્ગના આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
સંસ્થાકીય અરજદાર
- સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સંસ્થાના લાઈટ બિલ / પ્રોપર્ટી ટેક્ષ બિલની સ્વપ્રમાણિત નકલ સંસ્થાનો ત્રિ ચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ.
ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે?
ફોર્મ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોના ડીલર્સ અથવા જેડા કચેરીમાં જમા કરાવવાના રહેશે.
પ્રાથમિકતાના ધોરણો
વ્યક્તિગત
રીક્ષાચાલક / મહિલા સાહસિક / યુવા સ્ટાર્ટઅપ સાહસિક / શિક્ષિત બેરોજગાર / અનુસૂચિત જાતિ / સામાજિક આર્થિક મોંજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ / અતિ ગરીબ / અનુસૂચિત જનજાતિ / દિવ્યાંગ / બિન અનામત વર્ગના આર્થિક પછાત.
આ પણ વાંચો : ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડમાં કુલ 20 જગ્યાઓ માટે ભરતી
સંસ્થાકીય
સહકાર મંડળીઓ / યાત્રાધામ / બિન નફાકારક સંસ્થાઓ / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ / શૈક્ષણિક સંસ્થાઓ
ગુજરાત સરકાર કેટલી સબસિડી આપે છે?
રૂપિયા 48,000/- પ્રતિ વાહન
યોજનાનો લાભ કઈ રીતે મળશે?
જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરશે.
વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી ક્યાંથી શોધવી?
જેડાની વેબસાઈટ geda.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર
ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નંબર : 079-23257251-53 તથા માન્ય ઉત્પાદકો
મંજૂર ઉત્પાદકોની સૂચિ
વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ | વડોદરા – ૭૭૭૯૦૪૩૨૪૧ |
કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ | પુણે – ૯૦૯૬૦૦૧૧૧૦ |
મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ | બેંગલોર – ૯૬૨૪૦૧૪૭૫૭ |
અતુલ ઓટો લિમિટેડ | રાજકોટ – ૮૯૮૮૮૭૦૯૯૯ |
દિલ્લી ઈલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ | હરિયાણા – ૯૩૫૦૨૦૯૬૫૯ |
ઓક્યુલસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલએલપી | હિંમતનગર – ૯૬૩૮૭૨૭૫૭૬ |
ઇબઝ મોબિલિટી એલએલપી | અમદાવાદ – ૯૯૦૯૬૦૧૨૩૬ |
મહત્વની લિંક
મોડેલ વાઈઝ પ્રાઈસ લીસ્ટ | અહીં ક્લિક કરો |
વ્યક્તિગત અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
સંસ્થાકીય અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
ડોક્યુમેન્ટ લીસ્ટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |