Disease Cause Of Death In India: આ રોગ બન્યો ભારતમાં બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટું કારણ
- ભારત એક વિશાળ અને વસ્તી ધરાવતો દેશ છે.
- ભારતમાં બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટુ કારણ સ્ટ્રોક છે.
- 2019 થી 2020માં 122 લાખ સ્ટ્રોકના કેસો નોંધાયા હતા.
- ધૂમ્રપાન અને ડાયાબિટીસ સ્ટ્રોક વધારવાના જોખમી પરિબળો છે.
- આ આંકડો 2050માં 97 લાખને પાર થઈ જશે તેવી સંભાવના છે.
Disease Cause Of Death In India: ભારત એક વિશાળ અને વસ્તી ધરાવતો દેશ છે. જેમાં એક અબજથી વધુ લોકો રહે છે. ભારતમાં બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટુ કારણ સ્ટ્રોક છે. તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ, પરંપરાઓ અને જીવનશૈલીનો અર્થ એવો પણ થાય છે કે દેશને આરોગ્યના પડકારોની વિશાળ શ્રેણીનો સામનો કરવો પડે છે. આરોગ્યસંભાળની સ્થિતિ તમામ પ્રદેશોમાં મોટા પ્રમાણમાં બદલાય છે, જેના પરિણામે રોગના વ્યાપ અને આરોગ્યસંભાળના પરિણામોમાં અસમાનતા આવે છે.

Disease Cause Of Death In India
આ લેખમાં અમે એ ચિંતાજનક હકીકતનો અભ્યાસ કરીશું કે સ્ટ્રોક એ ભારતમાં બિમારી અને મૃત્યુદરનું બીજું મુખ્ય કારણ છે. સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યા ત્રણ દાયકામાં 50 ટકા વધી જશે. હાલ વર્ષે 66 લાખ મોત 87 લાખને પાર થઈ છે. તેમજ ડિસ્લિપિડેમીયા, હાઈપર ટેન્શન, ડાયાબીટીઝથી સ્ટોકનું જોખમ વધે છે.
2050 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં 50 ટકાનો વધારો થશે
હમણાં અટેક થી મૃત્યુ થવાની ઘટનાઓમાં બહુ વધારો જોવા મળી રહરો છે. ઉલ્લેખનીય છે કે LVO અર્થાત્ લોહીની નળી સાંકડી થવી લોહી જામી જવું થાય છે. ભારતમાં સ્ટ્રોક એ માણસનું કોઈ પણ બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટુ કારણ છે અને તેના કેસ અત્યંત મુશ્કેલીજનક રીતે વિશ્વમાં અને ખાસ કરીને ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયામાં વધી રહ્યા છે. હમણાં જ લાન્સેટના રિપોર્ટ અનુસાર આઈ.સી.એમ.આર.એ જણાવ્યા મુજબ ઈ.સ. 2050 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં 50 ટકાનો સૌથી વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડની કરી પૂજા
2019 થી 2020માં લઘભગ 122 લાખ સ્ટ્રોકના કેસો નોંધાયા હતા
એક ચિંતાના વિષય સાથે વિશ્વમાં 1990માં 46.60 લાખ, 2010માં 58.70 લાખ અને 2019-20માં આશરે 122 લાખ સ્ટ્રોકના કેસો નોંધાયા હતા. ઈ.સ. 2020માં સ્ટ્રોકથી વિશ્વમાં 66 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા જે આંકડો ઈ.સ. 2050માં 97 લાખને પાર થઈ જશે તેવી સંભાવના છે. સ્ટ્રોકથી થનારા મૃત્યુમાં આગામી ત્રણ દાયકામાં 86 થી 91 ટકાનો વધારો થશે તેવો અંદાજ છે. અહી જો જરૂરી પગલા અને લોકોમાં જાગૃતિ સાથે તબીબી સેવાઓ સજ્જ ન થાય તો 50 ટકાનો વધારો થઈ શકે છે.
ધૂમ્રપાન અને ડાયાબિટીસ સ્ટ્રોક વધારવાના જોખમી પરિબળો છે
તમને ખ્યાલ નહી હોયકે સ્ટ્રોક આવવાના અનેક કારણો છે જેમાં લાર્જ વેસલ ઈન્ટ્રાક્રેનિયલ અથેરોસેલરોસીસ અર્થાત્ એલ.વી.ઓ.ઈસેમીક સ્ટ્રોક અને તેનાથી થતા મૃત્યુનું મોટુ કારણ છે. જેમાં લોહીની નળી સાંકડી થઈ જાય છે, લોહીની ગાંઠ (બ્લડ કોટ) થઈ જાય છે. હૃદય, મગજ કે પગ સુધી લોહી પહોંચતું નથી. ઉપરાંત ડિસ્લિપિડેમિયા કે જે સ્થુળતા, અનુચિત ખોરાક, વ્યાયામનો અભાવ વગેરેથી થાય છે તને તે જોખમ વધારી શકે છે. આ ઉપરાંત હાઈ બ્લડપ્રેસર (હાઈપર ટેન્શન) અને ડાયાબીટીઝ તથા ધૂમ્રપાન પણ સ્ટ્રોક માટેના જોખમી પરિબળો છે.
મહત્વની લિંક
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |