- ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટેની આ સુવિધા છે.
- 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધી 2300 લોકો મૃત્યુ પામ્યા છે.
- ઈઝરાયેલમાં લગભગ 18,000ની આસપાસ ભારતીય નાગરિકો વસવાટ કરે છે.
- ભારતીયોને ચાર્ટર્ડ વિમાન દ્વારા લાવવામાં આવશે.
Operation Ajay: લશ્કરી ઈતિહાસમાં ઓપરેશન અજય એક મહત્ત્વપૂર્ણ ક્ષણ તરીકે ઊભું છે. જે વ્યૂહાત્મક દીપ્તિ અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરે છે. ઝીણવટભરી આયોજન અને અમલીકરણ સાથે હાથ ધરવામાં આવ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભારે યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત રીતે પાછા લાવવા માટે આ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવાના અભિયાનને ‘ઓપરેશન અજય’ નામ આપવામાં આવ્યું છે. ઇઝરાયેલમાં હાલ ભારતના 18 હજારથી પણ વધુ લોકો ફસાયેલા છે.

Operation Ajay
ઓપરેશન અજય માટે વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે X પર પોસ્ટમાં લખ્યું કે, “અમારા નાગરિકો કે જેઓ પાછા ફરવા માંગે છે તેમના ઇઝરાયેલથી પરત ફરવાની સુવિધા આપવા માટે #ઓપરેશન અજય શરૂ કરી રહ્યા છીએ. ખાસ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થાઓ મૂકવામાં આવનારી છે. વિદેશમાં આપણા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધી 2300 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુઆંકમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. ઇઝરાયલ અને હમાસ એકબીજા પર હુમલો કરી રહ્યા છે ત્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ભારતીયોને રહેવું મુશ્કેલ ભર્યું બન્યું છે. આ માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે.
ભારતીય નાગરિકો ઇઝરાયેલમાં વસે છે
હાલમાં મળતી માહિતી મુજબ ઈઝરાયેલમાં લગભગ 18,000ની આસપાસ ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે ઇઝરાયેલમાં વિવિધ જગ્યાએ વસવાટ કરે છે. ઈઝરાયેલમાં રહેતા મોટા ભાગના ભારતીયો, વૃધ્ધ ઈઝરાયેલીઓની સાર સંભાળ રાખવાનું પણ કામ કરી રહ્યાં છે. અહી લગભગ એક હજાર જેટલા ભારતીયો વિદ્યાર્થીઓ તરીકે, ઘણા લોકો આઈટી પ્રોફેશનલ્સ તરીકે અને કેટલાક હીરાના વેપારીઓ તરીકે પણ વર્ષોથી ઈઝરાયેલમાં રહે છે.
આ પણ વાંચો : હમાસનો ઈઝરાયેલ પર હુમલો
શું છે ઓપરેશન અજય?
આ ચાલી રહેલ યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવેલ એક અભિયાન છે, તે કોઈ બચાવ કામગીરી નથી. આ ઓપરેશનમાં વિશેષ ચાર્ટર્ડ વિમાન રવાના કરવામાં આવી રહ્યા છે અને જરૂર પડ્યે તો નૌકાદળના જહાજો પણ મોકલવામાં આવશે. આ અભિયાનમાં જે ભારતીય આવવા માંગે છે તેમને જ પાછા લાવવામાં આવશે. ઇઝરાયેલમાં હાલમાં લગભગ 18,000 થી વધુ ભારતીયો રહે છે. જેમાં એક હજાર વિદ્યાર્થીઓ છે તેમજ બાકીના વ્યાવસાયિકો અને વેપારીઓ છે. ઇઝરાયલથી પરત ફરવા ઇચ્છતા ભારતીય નાગરિકોની વાપસી માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે. મિડવેસ્ટ ઈન્ડિયામાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ જણાવ્યું છે કે, ઈઝરાયેલ સરકાર ‘ઓપરેશન અજય’માં તેલ અવીવમાં ભારતીય દૂતાવાસને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
હેલ્પલાઈન નંબર જાહેર
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શ્રી અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતીય નાગરિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબના હેલ્પલાઈન નંબરો છે 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. ઈમેલ: [email protected]. તેલ અવીવ, ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો છે +972-35226748 અને +972- 543278392.
મહત્વની લિંક
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |