- ગુજરાતમાં આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થશે.
- 10 ઓક્ટોબરથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થવા લાગશે.
- 20 થી 25 નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થઈ શકે છે.
- ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
Winter Forecast: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાતમાં આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થવાની સંભાવના છે. 10 ઓક્ટોબરથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થવા લાગશે. આ પવનો જ ઠંડી લાવે છે. પરંતુ જે રીતે આ વર્ષે ચોમાસું મોડું બેઠું હતું, એ રીતે આ વખતે શિયાળો પણ મોડો બેસી શકે છે. સામાન્ય રીતે શિયાળો પહેલી નવેમ્બરથી શરૂ થાય છે પરંતુ આ વર્ષે 20 થી 25 નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થઈ શકે છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

Winter Forecast
છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. તો ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાંથી ચોમાસુ ધીમા પગલે વિદાય લઈ રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી કરવામાં કરી છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના છે.
પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ.
તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી સંભાવના છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે, એ દક્ષિણ-પશ્ચિમની હોય છે. 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે.
ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે. અને ઉત્તર-પૂર્વનાં પવન હોય.
આ પણ વાંચો : ઘરબેઠા આ એપને રેફર કરી દરરોજ કમાવો 500 થી 1000 રૂપિયા
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે અલ નીનો આ વખતે શિયાળા સુધી ચાલશે. ડિસેમ્બરથી માર્ચ 2024 દરમિયાન અલ નીનોની સંભાવના 95 ટકા જેટલી ઊંચી છે. આવી સ્થિતિમાં આ વખતે શિયાળાના દિવસો ઓછા રહી શકે છે. ઓછા ઠંડા પવનો પણ હોઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થવાને કારણે ગરમીના દિવસોમાં પણ વધારો જોવા મળી શકે છે.
ડૉ. મહાપાત્રાએ કહ્યું કે આ વખતે અલ નીનોની અસર ઓછી જોવા મળી છે. સામાન્ય રીતે અલ નીનોના કારણે વરસાદમાં 10 થી 25 ટકાનો ઘટાડો થાય છે અને દુષ્કાળ પડે છે. જોકે, કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ ન હતી. તેની પાછળ ત્રણ મોસમી ઘટનાઓ છે. તેમણે કહ્યું કે આ વખતે હિંદ મહાસાગરના દ્વિધ્રુવ, લો પ્રેશર સિસ્ટમ અને મેડન જુલિયન ઓસિલેશનને કારણે વરસાદમાં બહુ ઘટાડો થયો નથી.
આ શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે.
સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે એ દક્ષિણ-પશ્ચિમની હોય છે. 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે. ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે.
ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે. અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે.
મહત્વની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |