WhatsApp LPG Gas Cylinder Booking: હવે Whatsapp થી LPG ગેસની બોટલ બુક કરો, જુઓ કઈ રીતે કરશો?
- આજના આ આધુનિક યુગમાં સગવડતા બહુ જરૂરી છે.
- WhatsApp ની મદદથી તમે ગમે ત્યારે ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો.
- ભારત ગેસના કસ્ટમર હોય તો તમે 1800224344 આ નંબર પરથી બુક કરી શકો.
- ઈન્ડેન ગેસના ગ્રાહક હોય તો 7588888824 આ નંબર પરથી બુક કરી શકો.
- એચપી ગેસના ગ્રાહક હોય તો તમે 9222201122 આ નંબર થી બુક કરી શકો.
WhatsApp LPG Gas Cylinder Booking: આજના આ આધુનિક યુગમાં સગવડતા અને કાર્યક્ષમતા સર્વોપરી છે. વિવિધ કચેરીઓમાં શારીરિક રીતે ધસારો કરવાની જરૂરિયાતને દૂર કરીને, હવે ઘણી બધી સેવાઓ ઓનલાઈન મેળવી શકાય છે. હવે તો Whatsapp LPG Gas Cylinder Booking પર જ કેટલી સુવિધાઓ મળે છે. પછી તે બેંકનુ બેલેન્સ ચેક કરવાનુ હોય કે ડીઝીલોકરના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવાના હોય. આવી જ એક સુવિધા એટલે Whatsapp LPG Booking જેની હરકોઇ માણસને જરૂર પડતી હોય છે. આજે આપણે આ લેખમાં એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરવાની સરળતા અને ફાયદાઓ વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી લઈશું.

WhatsApp LPG Gas Cylinder Booking
આર્ટીકલ ટાઈટલ | WhatsApp LPG Gas Cylinder Booking (WhatsApp થી ગેસ બોટલ બુક કરો) |
ઓફિસીયલ વેબસાઈટ | www.mylpg.in |
હવે Whatsapp થી LPG ગેસની બોટલ બુક કરો
હાલમાં ઘણી પેટ્રોલીયમ કંપનીઓ આ સુવિધા તેના ગ્રાહકોને આપી રહિ છે. જેમા Whatsapp દ્વારા જ તેના ગ્રાહકો ઘરેબેઠા 24X7 ગમે ત્યારે Whatsapp LPG Booking કરાવી શકે છે.
- પેટ્રોલિયમ કંપનીઓએ તેના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ આ સુવિધા શરૂ કરી છે.
- WhatsApp ની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે.
- Indane, HP અને Bharat Gas ના ગ્રાહક બુકીંગ કરાવી શકે છે.
ઈન્ટરનેટ અને મોબાઈલ ના યુગમા હવે આપણે ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ ઓનલાઇન થઇ ગઇ છે. અને આવી સ્થિતિમાં હવે મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. જો કે આ બાદ ઘણા કામો ખૂબ જ સહેલા બની ગયા છે. એવામાં હાલ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકો માટે ખૂબ જ સારી સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા હેઠળ લોકો WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે. વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવું ખૂબ જ સરળ છે.
WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તમારે કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો ફોન કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવે છે. ગેસ સિલિન્ડર બુકિંગની આ પ્રોસેસ પણ વધુ મુશ્કેલ નથી એવામાં હવે તમે WhatsApp દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર ખૂબ જ સરળતાથી બુક કરી શકો છો. ચાલો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીએ.
આ પણ વાંચો : પરેશ ગોસ્વામીની શિયાળાને લઈને આગાહી
ઇન્ડેન ગેસ વોટ્સએપ એલપીજી બુકિંગ
જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક હોય તો વોટસઅપની મદદથી LPG બોટલ બુકીંગ કરાવવા નીચેની પ્રોસેસ ફોલો કરો.
- સૌથી પહેલા તમારે મોબાઈલમાં 7588888824 આ નંબર સેવ કરવો પડશે,
- ત્યારબાદ Book અથવા Refill લખીને મેસેજ મોકલવાનો રહેશે, સાથે જ મેસેજમાં તમારે બુકિંગની તારીખ પણ લખવાની રહેશે. જણાવી દઈએ કે તમે બુકીંગ કરાવતી વખતે જે ઓર્ડર નંબર આપવામા આવે છે તેના દ્વારા ગેસ બુકિંગનુ સ્ટેટસ પણ ચકાસી શકો છો.
ભારત ગેસ વોટ્સએપ એલપીજી બુકિંગ
- જો તમે ભારત ગેસના કસ્ટમર હોય તો તમે 1800224344 આ નંબર પર મેસેજ મોકલીને ગેસ બોટલ બુક કરાવી શકો છો.
એચ.પી. ગેસ વોટ્સએપ એલપીજી બુકિંગ
- જો તમે એચપી ગેસના ગ્રાહક હોય તો તમે 9222201122 આ નંબર સેવ કરીને WhatsApp દ્વારા તમારી ગેસ બોટલ બુક કરાવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
બુકિંગ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
પ્ર: LPG ગેસની બોટલ બુક તમે કયા સમયે કરી શકો ?
જ: 24X7 ગમે ત્યારે
પ્ર: કઈ કઈ કંપનીમાં વોટ્સએપની મદદથી ગેસની બોટલ બુક કરાવી શકે છે?
જ: Indane, HP, અને Bharat Gas