Diwali In Sky: દિવાળીનો તહેવાર આમ તો ભારતભર મા ધામધૂમ થી ઉજવાય છે. પરંતુ NASA એ અવકાશની એક અદભુત તસવિર શેર કરી છે. આ ઇમેજ એજન્સીએ globular ક્લસ્ટરની તસવીર સોધીયલ મીડીયા પર શેર કરી છે. આ અદભુત ઈમેજ નાસાના હબલ સ્પેસ ટેલીસ્કોપથી કેપ્ચર કરવામા આવી છે. આ ક્લસ્ટરમાં લાખો તારાઓ છે. જે પૃથ્વીથી 30,000 પ્રકાશ વર્ષના અંતરે દૂર આવેલા છે.

Diwali In Sky
અમેરિકી અંતરિક્ષ એજન્સી NASA એ દિવાળીના તહેવાર પર એક એવી અદભુત રંગીન ઇમેજ શેર કરી છે, જેને લોકો જોતા જ રહી ગયા છે. આ ઇમેજ મા અંતરિક્ષના અદ્ભૂત દ્રશ્યો જોવા મળે છે. NASA એ globular ક્લસ્ટરની ઇમેજ લોકો માટે શેર કરી છે. આ ઇમેજ નાસાના હબલ સ્પેસ ટેલીસ્કોપથી લેવામાં આવી છે. આ ક્લસ્ટરમાં લાખો સ્ટાર્સ જોઇ શકાય છે. જે પૃથ્વીથી 30,000 પ્રકાશ વર્ષના અંતરે દૂર આવેલા છે.
નાસાએ આ અદભુત ઇમેજ શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(ટવીટર) પર લખ્યું છે કે- તમામ લોકોને દિવાળીની શુભકામનાઓ. આ ઇમેજ નાસાના અતિઆધુનિક હબલ ટેલીસ્કોપ ગ્લોબલ ક્લ્સ્ટરે કેપ્ચર કરી છે. જે પૃથ્વીથી 30,000 પ્રકાશ વર્ષના અંતરે દૂર આવેલ છે. આ અમારી પોતાની ગેલેક્સીના ગાઢ અને ધૂળભર્યાં કેન્દ્રની પાસે છે. નાસાએ જણાવ્યું હતુ કે આ ક્લસ્ટરમાં નવા અને જૂનાં બંને પ્રકારના સ્ટાર્સ સામેલ જોવા મળે છે. જેમાં કેટલાંક સ્ટાર તો 12 અબજ વર્ષથી માંડીને લગભગ 2 અબજ વર્ષ જૂનાં પણ છે.
આ પણ વાંચો : સહારા ઈન્ડિયા ગ્રુપના માલિક સુબ્રત રોયનું નિધન, જુઓ શું કારણ થયું નિધન?
સોશિયલ મીડિયા પર લોકોએ આ ઇમેજને ખૂબ જ પસંદ કરી
સોશિયલ મીડિયા પર લોકો આ ઇમેજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે નાસાને આવી અદભુત ઇમેજ શેર કરવા માટે ધન્યવાદ કહ્યું. એક યૂઝરે લખ્યું- આ ઇમેજ ઘણી જ સુંદર છે. મને સિતારાથી પ્રેમ છે. બીજા યૂઝરે કહ્યું- જશ્ન મનાવવાવાળા તમામ લોકોને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ. નાસાએ ધરતીને 30,000 પ્રકાશ વર્ષના અંતરે સ્થિત ગ્લોબુલર ક્લસ્ટરમાં રોશનીના તહેવારને કેપ્ચર કર્યું છે. આ અમારા યુનિવર્સની સુંદરતા અને આશ્ચર્યની યાદ અપાવે છે. તો અન્ય એક યૂઝરે લખ્યું- તારાઓ પાર્ટી કરી રહ્યાં હોય તેવુ લાગી રહ્યુ છે, હેં ને? તો એક અન્ય યૂઝરે લખ્યું- સૃજનનો જાદૂ, જેમકે ભગવાનની કલા હોય.
નાસાના હબલ સ્પેસ ટેલીસ્કોપને 24 એપ્રિલ, 1990માં લોન્ચ કરવામા આવ્યુ હતું. જેનું નામ અમેરિકી એલ્ટ્રોનૉમર એડવિન પી હબલના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેણે પુષ્ટિ કરી હતી કે અમારું બ્રહ્માંડ સતત વિસ્તાર કરી રહ્યું છે. પોતાના 30 વર્ષના જીવનકાળમાં આ ટેલીસ્કોપને અમારા ગ્રહની ચારેબાજુ 1,75,000થી વધુ વખત યાત્રાઓ કરી છે, જે કુલ મળીને લગભગ 4.4 બિલિયન માઈલ જેટલુ છે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |