PM Kisan 15th Installment: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક અગત્યની યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના. આ યોજના મા ખેડૂતોને વર્ષમા 3 હપ્તા રૂ. 2000 લેખે એમ કુલ 6000 ખેડૂતોના ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધી આ યોજનામા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. અને હવે 15 મો હપ્તો જમા કરવામા આવ્યો છે.

PM Kisan 15th Installment
ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થવાના હેતુસર ચાલુ કરવામા આવેલી આ યોજનામા દર વર્ષે 3 હપ્તા જમા કરવામા આવે છે. આમ વર્ષે કુલ રૂ.6000 ની આર્થીક સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના મા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. હવે પીએમ કિસાન યોજના 15 મો હપ્તો જમા કરવામા આવશે. 15 મો હપ્તો જમા કરવાની તારીખ આવી ગઇ છે. ચાલો જાણીએ આ 15 મો હપ્તો કયારે જમા કરવામા આવશે અને તેનુ સ્ટેટસ કઇ રીતે ચેક કરવુ.
કેન્દ્ર સરકારના ક્રુષિ વિભાગ Agriculture INDIA દ્વારા ટવીટર પર કરવામા આવેલ ટવીટ અનુસાર પીએમ કિસાન યોજના ના 15 મો હપ્તો તમામ ખેડૂતો ના ખાતામા તા. 15 નવેમ્બર 2023 ના રોજ DBT ના માધ્યમથી સીધો બેંક ખાતામા જમા કરવામા આવશે. દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામા સીધો આ હપ્તો જમા કરવામા આવનાર છે.
પીએમ કિસાન લાભાર્થીની યાદી
પીએમ કિસાન યોજનાના લાભાર્થી નુલીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર મૂકવામા આવેલ છે. જેમા તમે તમારા ગામનુ લીસ્ટ જોઇ શકો છો. ઉપરાંત તમને અત્યાર સુધીમા મળેલા કુલ હપ્તાનુ સ્ટેટસ પણ ચેક કરી શકો છો.
- PM Kisan BENIFICIARY LIST ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફીસેયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
- તેમા જમણી બાજુ આપેલા વિવિધ મેનુ પૈકી Benificiary List પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા રાજય, જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
- ત્યારબાદ સબમીટ બટન પર કલીક કરતા તમારા ગામનુ આખુ લાભાર્થીનુ લીસ્ટ જોઇ શકસો.
આ પણ વાંચો : અંતરિક્ષ માં ઉજવાએલી દિવાળીની એક અદભુત તસવિર NASA એ શેર કરી
PM Kisan e-KYC
પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓ માટે e-KYC કરાવવુ ફરજીયાત કરવામા આવ્યુ છે. જો તમારે e-KYC કરવાનુ બાકી હોય તો તે વહેલુ પુરૂ કરવુ જોઇએ. કારણ કે e-KYC ન થવાથી તમને મળતો હપ્તો અટકી શકે છે. e-KYC કરવા માટે તમારા ગામના VCE નો સંપર્ક કરી કરાવી શકો અથવા ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન પણ કરાવી શકો છો. આ માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- e-KYC કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
- ત્યારબાદ જમણી બાજુ Farmers Corner મા આપવામા આવેલ e-KYC પર કલીક કરો.
- ત્યારબાદ તમારી આધાર ની વિગતો અને બેંક ખાતાની વિગતો નાખી તમે e-KYC કરાવી શકો છો.
અગત્યની લીંક
પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |