શિક્ષણ
Trending

Gujarat Board Exam Time Table: ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જૂઓ અહીંથી

Gujarat Board Exam Time Table: ગુજરાત બોર્ડની પરીક્ષાઓ રાજ્યના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીના ભાવિ અને શૈક્ષણિક પ્રગતિ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ રાહ જોવાતી જાહેરાતોમાંની એક છે કે જે ગુજરાત બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલનું જાહેર થઈ ગયું છે.

Gujarat Board Exam Time Table

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી ચાલશે. તે ધોરણ 10ની પરીક્ષાઓ માટે 11 માર્ચથી 22 માર્ચ સુધી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ માટે 11 માર્ચથી 26 માર્ચ સુધી ચાલશે. વધુમાં ગુજકેટની પરીક્ષાનું સમયપત્રક પણ બહાર પાડવામાં આવ્યું છે તે 2 એપ્રિલ, 2024 ના રોજ શરૂ થશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

પરીક્ષાનું નામધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ11 માર્ચ 2024 થી શરૂ
પરીક્ષા છેલ્લી તારીખ26 માર્ચ 2024 સુધી
ટાઈમ ટેબલ જાહેર તારીખ13 ઓક્ટોમ્બર 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

આ પણ વાંચો : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કેવા ફેરફારો થશે?

બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી ના અમલીકરણ ને ધ્યાનમા રાખીને માર્ચ 2024 મા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓ માટે પ્રશ્નો ના પ્રકાર મુજબ ગુણભાર બદલાવેલ છે.

  • નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય કરવામા આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી આ નિર્ણયોનો અમલ કરાશે.
  • ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. હવે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  • હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામા આવ્યુ છે.
  • ધો-૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે
  • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે
  • શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
  • અહી શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહત્વની લિંક

સત્તાવાર ટાઈમટેબલ PDFઅહિં ક્લીક કરો
SSC HSC નવી પેપર સ્ટાઇલ PDFઅહિં ક્લીક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button