Gyan Sadhana Scholarship Yojana 2023: સરકાર હવે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનો લાભ આ વિદ્યાર્થીઓને પણ આપશે
- સરકારી અથવા અનુદાનીત શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને લાભ મળશે.
- નિયામક દ્વારા પસંદગી પામેલી ખાનગી શાળાને પણ મળશે લાભ.
- વિદ્યાર્થીઓને 20,000 થી 25,000 સુધી સ્કોલરશીપ મળશે.
- મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
Gyan Sadhana Scholarship Yojana 2023: રાજ્ય સરકારના જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. હોશિયાર બાળકો માટે, રાજ્ય સરકારે સ્કોલરશીપ કાર્યક્રમ બનાવ્યો છે. જ્ઞાન સાધના સ્કોલરશીપની જોગવાઈમાં એક અપડેટ છે. અહી અનુદાનીત શાળામાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ નિયામક દ્વારા પસંદગી પામેલી ખાનગી શાળા પણ આ યોજનામાં લાભ લઈ શકે છે.

Gyan Sadhana Scholarship Yojana 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમ અનુદાનીત શાળામાંથી પાસ થયેલાને પણ લાભ મળશે. સરકારી સહાય મેળવનાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેમજ નિયામક દ્વારા પસંદગી પામેલ ખાનગી શાળાઑને પણ લાભ મળવા પાત્ર રહેશે.
આ સ્કોલરશીપ મેરીટના આધારે આપવામાં આવશે
વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. રાજ્ય સરકાર દ્વારા નવો સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ જ્ઞાન સાધના માટેનો સ્કોલરશીપ કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાંથી લાભ મેળવવા માટે પરીક્ષા આપવી આવશ્યક છે અને મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
આ પણ વાંચો : રવિવાર સુધીમાં ‘તેજ’ ચક્રવાત ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા
વિદ્યાર્થીઓને 20,000 થી 25,000 સુધી સ્કોલરશીપ મળશે
રાજ્ય સરકાર આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે રૂપિયા 25,000 સ્કોલરશીપ આપશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ DBTના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |