ભારત

Voter Id Card: ચૂંટણી કાર્ડ ઘરેબેઠા નવુ કઢાવો, સુધારા કરો ઓનલાઈન

Voter Id Card: મતદાર ઓળખ કાર્ડ જેને ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ્સ (EPIC) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતમાં અને ભારતના રાજ્યોમાં લોકશાહી પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ કાર્ડ્સ માત્ર પ્લાસ્ટિકનો ટુકડો નથી; તે એક ઓળખની સુવિધા અને નાગરિકતાનો પુરાવો છે જે ચૂંટણીની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે.

Voter Id Card

અહીં ઘણા સત્તાવાર દસ્તાવેજો છે. આ કાર્ડ્સમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્યનો સમાવેશ થાય છે. નવું ચૂંટણી કાર્ડ કઢાવવું અથવા ચૂંટણી કાર્ડ રદ કરાવવું આ માટે કયા પગલાં લેવા જોઈએ? ઑફલાઇન અને ઓનલાઈન એમ બંને રીતે ચૂંટણી કાર્ડ છાપવાની પ્રક્રિયા શું છે? અમે તમને તેમાં સુધારા કરવા માટેની પ્રક્રિયા વિશે વધુ જણાવીશું.

આમ ચૂંટણી વિભાગ સમયાંતરે મતદારયાદી અપડેટ કાર્યક્રમ હાથ ધરે છે. આ નવા ચૂંટણી કાર્ડ આપવા, ચૂંટણી કાર્ડ રદ કરવા અને સુધારા કરવા જેવા કાર્યો કરે છે. તમે આ સુધારણા યોજનામાં નિર્ધારિત તારીખો પર તમારા વિસ્તારના માટે BLO સાથે રૂબરૂ વાત કરીને આ કરી શકો છો. જો કે તમે આ ચૂંટણી-સંબંધિત કાર્ય તમારા પોતાના મોબાઇલમા પૂર્ણ કરવા માંગતા હોવ તો ચાલો પ્રક્રિયા વિશે વધુ સમજાવીએ.

ચૂંટણી કાર્ડ કઢાવવા ડોકયુમેન્ટનું લિસ્ટ

નીચે પ્રમાણેના ડોકયુમેન્ટની જરૂર ચૂંટણી કાર્ડ કઢાવવા માટે પડતી હોય છે.

 • પાસપોર્ટ સાઇઝના ફોટો
 • ઓળખ પ્રમાણપત્ર: આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, જન્મ તારીખ દાખલો વગેરે
 • રહેઠાણ પુરાવો: લાઇટ બીલ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, ગ્રામ પંચાયત દાખલો વગેરે પૈકી કોઇપણ એક

ચૂંટણી કાર્ડ કઢાવવા માટેની પાત્રતા

 • ભારત દેશનો નાગરીક હોવો જોઈએ
 • 18 વર્ષ થી ઉપરની ઉંમર
 • ચૂંટણી કાર્ડ કઢાવવા માટે એડ્રેસનુ પ્રુફ હોવુ ફરજિયાત

આ પણ વાંચો : બુલેટ ટ્રેન ટૂંક સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે

ચૂંટણી કાર્ડના ઉપયોગો

 • સરકારી સુવિધાઓ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તે મહત્વપૂર્ણ છે.
 • ચૂંટણી સમયે મતદાન કરવા ચૂંટણી કાર્ડ ઉપયોગી છે.
 • ચૂંટણી કાર્ડ એડ્રેસ અને ફોટોપ્રુફ તરીકે પણ ઉપયોગી છે.
 • ચૂંટણી કાર્ડની મદદથી અન્ય બીજા પણ ડોકયુમેન્ટ બનાવી શકો છો.
 • નાગરીકતાના પ્રુફ તરીકે ચૂંટણી કાર્ડ મહત્વનું ડોકયુમેન્ટ છે.

નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરો

 • સૌથી પહેલા ચૂંટણી કાર્ડ માટેની સત્તાવાર વેબસાઇટ www.nvsp.in પર જાઓ.
 • હવે હોમપેજની એકદમ નીચે તમને વોટર આઈડી કાર્ડ અપડેટ કરવાનો વિકલ્પ હશે.
 • એના પર ક્લિક કરતાંની સાથે જ તમારી સામે ફોર્મ નં. 8 ખુલશે.
 • નામ, જન્મતારીખ, રાજ્ય, વિસ્તાર, સ્થાનિક સરનામું સહિતની તમામ માહિતી ભરવાની રહેશે.
 • ત્યારબાદ ઓપ્શનલ વિગતોમાં તમારું ઈ-મેલ સરનામું અને ફોન નંબર પણ એડ કરી શકો છો.
 • મારો ફોટોગ્રાફ, ઓરિજિનલ આઈડી અને એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જેવા માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરવા પડશે.
 • તમે આપેલી માહિતીની યોગ્ય ચકાસણી કર્યા બાદ સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
 • સબમિટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી અરજી સબમિટ થઈ જશે.
 • આઈડી કાર્ડ અપડેટ થયા બાદ મોબાઈલ પર ઈ-મેલ અથવા મેસેજ દ્વારા તમને માહિતી મળશે.

મહત્વની લિંક

સત્તાવાર વેબસાઇટઅહિં ક્લીક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button