- રોહિત શર્માને ભારતીય ક્રિકેટના "હિટમેન" તરીકે ઓળખવામાં આવે છે.
- રોહિત શર્માએ વર્લ્ડ કપમાં તેના કેરિયરની 31 મી સદી ફટકારી હતી.
- 554 સિકસર મારી વિશ્વ ની સૌથી વધુ સિકસર મારનાર બેટ્સમેન છે.
- સૌથી વધુ ફાસ્ટ રન કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
Rohit Sharma Record: રોહિત શર્મા જેને ભારતીય ક્રિકેટના “હિટમેન” તરીકે ઓળખવામાં આવે છે. તેણે તેની બેટિંગ કુશળતાથી ક્રિકેટની દુનિયા પર મોટી છાપ પાડી દીધી છે. રોહિત શર્મા પહેલેથી જ પ્રેક્ષકોને ખૂબ જ ઉત્સાહિત કરતો આવ્યો છે. રોહિત શર્મા ની બેટિંગ જોવાનું કોઈ ભૂલતું જ નથી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં રોહિત શર્માએ વધુ રેકોર્ડ બનાવ્યો છે જે અમે તમને આ લેખમાં જણાવીશું.

Rohit Sharma Record
તમને જણાવી દઈએ કે 11 ઓક્ટોમ્બરે રોહિત શર્માએ વર્લ્ડ કપમાં તેના કેરિયરની 31 મી સદી ફટકારી હતી. અને આ મેચમાં તેને 84 બોલ મા 131 રન પણ માર્યા હતા. રોહીત વર્લ્ડ કપની અંદર સૌથી વધુ સદી મારનારો બેટ્સમેન બની ગયો છે આ પહેલા રેકોર્ડ સચિન તેંડુલકર ના નામે હતો સાથે રોહિત શર્મા વિશ્વનો પ્રથમ બેટ્સમેન જેણે સૌથી વધુ વર્લ્ડ કપમાં સદી મારનાર બેટ્સમેન બની ગયો છે.
ક્રિકેટમાં સિકસરો મારવામાં રોહિત શર્મા પહેલેથી જ બહુ બાદશાહ રહ્યો છે તેણે આ ભારત અને અફગાનિસ્તાનની મેચમાં 131 રન માં 5 સિકસરો પણ ફટકારી હતી. ક્રિસ ગેલના રેકોર્ડને પણ તોડી પડ્યો છે. તેમણે ક્રિસ ગેલ ને પાસળ પાડી દીધો છે હવે તેઓ વિશ્વ ના પ્રથમ ખેલાડી બની ગયા છે અત્યાર સુધીમાં ક્રિસ ગેલ એ ઇન્ટરનેસનલ ક્રિકેટ માં 553 સિકસર મારી છે પણ રોહિત શર્મા એ આ રોકર્ડ ને તોડી નાખ્યો છે અને 554 સિકસર મારી વિશ્વ ની સૌથી વધુ સિકસર મારનાર બેટ્સમેન બની ગયો છે.
આ પણ વાંચો : બુલેટ ટ્રેન ટૂંક સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે
રોહિત શર્માએ બનાવ્યો ઇતિહાસ
જો હિટમેન તરીકે ક્રિકેટ માં પ્રચલિત હોય તો એ રોહિત શર્મા છે. તે પહેલેથી જ ઓછા બોલમાં વધુ રન મારવા વાળો બેસ્ટમેન છે રોહિત શર્મા વર્લ્ડ કપમાં વોર્નર નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે વોર્નરે સૌથી વધુ ફાસ્ટ 1000 રન કરવાનો રેકોર્ડ પોતાના નામે રાખ્યો હતો પણ 131 રનથી રોહિત શર્માએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે અને પોતાના નામે કરી નાખ્યો છે.
હિટમેન રોહિત શર્મા એ બીજો એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે આ રેકોર્ડ એક ભારતીય બેટર તરીકે વર્લ્ડ કપ માં સૌથી ઓછા બોલ માં જડપી સદી મારવાનો છે. આ રેકોર્ડ કપિલ દેવ પાસે હતો તેમણે 72 બોલ માં સદી મારી હતી. રોહિતે આ સદી 63 બોલ માં પૂરી કરી હતી. અને આ રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે. આ રીતે રોહિતે ભારત અને અફગાનિસ્તાનની મેચ માં રેકોર્ડોની લાઇન લગાવી ને મેચ પૂરી કરી હતી.
મહત્વની લિંક
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |