ICC વર્લ્ડ કપ 2023: સેમિફાઈનલ માટે ત્રણ ટીમોની સફર ચાલુ, ભારત કઈ ટીમ સાથે ટકરાશે?
ICC વર્લ્ડ કપ 2023: ICC વર્લ્ડ કપ 2023 નવો વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ત્રણ ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે. ભારત પહેલા નંબરે, સાઉથ આફ્રિકા બીજા નંબરે, ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે છે. અત્યાર સુધી ચોથા નંબરની ટીમ માટે ત્રણ દાવેદાર છે. ત્રણ દાવેદારો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ છે.

ICC વર્લ્ડ કપ 2023
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે બપોરે 2:00 કલાકે મેચ છે. જો ન્યુઝીલેન્ડ આ મેચ જીતશે તો તે લગભગ ચોથા નંબરની દાવેદાર બની જશે. આવી સ્થિતિમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ રમાશે. જો આજે ન્યુઝીલેન્ડ હારી જશે તો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે પ્રભાવિત થશે.
પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 8-8 પોઈન્ટ સાથે બરાબરી પર છે. જો રન રેટની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને કરતા આગળ છે. રન રેટના મામલે ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 0.398 આગળ છે.
જો ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામે જીતશે તો તેના માટે સેમીફાઈનલના દરવાજા લગભગ ખુલી જશે. જો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન વરસાદ પડે અને મેચ રદ થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.
એક પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડના 9 પોઈન્ટ થઈ જશે. પાકિસ્તાનની આગામી મેચ ઈંગ્લેન્ડ સાથે છે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે તો પાકિસ્તાનને 10 પોઈન્ટ મળશે અને પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવું આસાન થઈ જશે.
જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે હારી જાય અને બીજી તરફ ઈંગ્લેન્ડ પાકિસ્તાનને હરાવે તો ICC વર્લ્ડ કપ 2023માં પણ અપસેટ થઈ શકે છે. અફઘાનિસ્તાનની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સાથે છે.
જો અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકાને હરાવશે તો અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આ વખતે વર્લ્ડ કપમાં ઘણા અપસેટ થયા છે.
રન રેટના મામલે ન્યૂઝીલેન્ડ આગળ છે. જો રન રેટની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ શ્રીલંકાને કેટલા રનથી હરાવશે. પાકિસ્તાને ઈંગ્લેન્ડને ₹130 રનથી હરાવવું પડશે અને ન્યૂઝીલેન્ડે જે અંતરથી શ્રીલંકાને હરાવ્યું છે, આ બંનેના સંયોજનથી પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવવું પડશે.
આ પણ વાંચો : Bank Of Baroda Home Loan
જો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન હારે અને અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકાને હરાવે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને સેમિફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. બીજા ક્રમે સાઉથ આફ્રિકા અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયા હોવાથી આ બંને વચ્ચે સેમીફાઈનલ રમાશે. ભારત અને અન્ય ટીમો બીજી સેમિફાઇનલ માટે રાહ જોઈ રહી છે. સેમિફાઇનલ મેચ 15 અને 16 નવેમ્બરે રમાશે.
જો આજે ન્યુઝીલેન્ડ શ્રીલંકાને હરાવશે તો તેની સેમીફાઈનલની સફર લગભગ નિશ્ચિત છે. પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે. અફઘાનિસ્તાને પણ વર્લ્ડ કપમાં બે મોટી ટીમોને હરાવી છે જેમાંથી એક દક્ષિણ આફ્રિકા અને બીજી પાકિસ્તાન છે.
ICC ક્રિકેટ મેન્સ વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલ
TEAM | M | W | L | P | NRR |
---|---|---|---|---|---|
ભારત(Q) | 8 | 8 | 0 | 16 | 2.456 |
દક્ષિણ આફ્રિકા (Q) | 8 | 6 | 2 | 12 | 1.376 |
ઓસ્ટ્રેલિયા(Q) | 8 | 6 | 2 | 12 | 0.861 |
ન્યૂઝીલેન્ડ | 8 | 4 | 4 | 8 | 0.398 |
પાકિસ્તાન | 8 | 4 | 4 | 8 | 0.036 |
અફઘાનિસ્તાન | 8 | 4 | 4 | 8 | -0.338 |
ઈંગ્લેન્ડ | 8 | 2 | 6 | 4 | -0.885 |
બાંગ્લાદેશ | 8 | 2 | 6 | 4 | -1.142 |
શ્રિલંકા | 8 | 2 | 6 | 4 | -1.160 |
નેધરલેન્ડ | 8 | 2 | 6 | 4 | -1.635 |
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |