World Cup 2023: જો સેમીફાઈનલમાં વરસાદ પડે તો ટીમ ઇન્ડિયા સીધી પહોંચી જશે ફાઈનલમાં, જુઓ કયો નિયમ લાગશે?
World Cup 2023: આવતીકાલે 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. જો વરસાદના કારણે ભારતની સેમિફાઈનલ મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જશે.

World Cup 2023
હવે વર્લ્ડ કપ 2023 અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. વરસાદના કારણે ભારતની સેમિફાઈનલ મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી જશે. બુધવારે 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. લીગ સ્ટેજમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ ત્યારે ભારતે બાજી મારી હતી. સેમિફાઈનલમાં આ મુકાબલો રોમાંચક બની શકે છે.
રિઝર્વ ડે સાથે રમાશે મેચ
ICCએ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. બુધવારે 15 નવેમ્બરના રોજ સેમિફાઈનલ મેચમાં વરસાદ થશે તો ગુરુવારે 16 નવેમ્બરના મેચ રમવામાં આવશે. આ રીતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે, તે માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : 200MP કેમેરા સાથેનો 5G ફોન માત્ર 12,999માં ઉપલબ્ધ
જો રિઝર્વ ડે પર વરસાદ પડે તો?
15 અને 16 નવેમ્બરે વરસાદ થશે તો ભારતની સેમિફાઈનલ મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લેશે. ICC નિયમ અનુસાર સેમિફાઈનલ મેચ રદ્દ થશે તો લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનાર ટીમ ફાઈનલમાં પહોંચી જશે. આ પ્રકારે ભારતની મેચ રદ્દ થશે તો ભારત ફાઈનલમાં એન્ટ્રી મેળવી લેશે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |