રમતગમત
Trending

ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું

ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું: સેમી-ફાઇનલ જીતી ભારત ફાઇનલ માં પહોચી ગયું છે. રોહિત શર્મા હવે કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને એમએસ ધોની બાદ ભારતને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડનારો ચોથો કેપ્ટન બની ગયો છે. આ વર્લ્ડ કપ દરમ્યાન ભારતની આ સતત 10મી જીત છે.

ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું

તારીખ 15-11-2023ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ (ind vs nz)ની પ્રથમ સેમિફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારતનો 70 રને ભવ્ય વિજય થયો હતો. વર્ષ 2019માં સેમિફાઈનલમાં જે હારનો સામનો કર્યો તેનો બદલો કાલે લીધો હતો. આ મેચ રોમાંચક બની ગઈ હતી અને ભારતે જીત મેળવવા ભારે મહેનત કરવી પડી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતીને ભારતે ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતે ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 397 રન 4 વિકેટ ખોઈને બનાવ્યા હતા જેમાં. રોહિત શર્મા 47 રન, વિરાટ કોહલી 117 રન, શુભમન ગિલ 80 રન (અણનમ), શ્રેયસ ઐય્યર 105 રન અને કેએલ રાહુલ 39 રન (અણનમ) બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો 48.5 ઓવરમાં 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. કેપ્ટન કેને 69 રન, ડેરિલ મિચેલ 134 રન ફટકાર્યા હતા. જેમાં મહોમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી.

કોહલીએ સદી ફટકારી

Ind Vs Nz સેમિફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ODI ક્રિકેટ કારકિર્દી 50મી સદી ફટકારી પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડયો હતો અને આ ફોરમેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. આ ઉપરાંત કોહલી ODI વર્લ્ડ કપમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ આ સિઝનમાં આ ત્રીજી સદી ફટકારી છે.

50-વિરાટ કોહલી, 49-સચિન તેંડુલકર, 31-રોહિત શર્મા ટોપ 3 બેટ્સમેન ભારતીય જ છે.

આ પણ વાંચો : પ્રગતિ મેદાન ખાતે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર મેળો

મહોમ્મદ શમી એ લીધી 7 વિકેટ

મોહમ્મદ શમીએ જોરદાર બોલિંગ કરીને 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ ઝડપી લીધી હતી અને વર્લ્ડ કપના નોકઆઉટમાં બેસ્ટ બોલિંગ કરી હતી.

ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ટીમ ભારત છે. અગાઉ 1983 અને 2011માં ભારતે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી વર્લ્ડ કપ જીત્યો હતો.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button