નવીનતમ

Cold Forecast: હવામાન વિભાગે કરી ઠંડીની આગાહિ, કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો

Cold Forecast: રાજયમા વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ને લીધે કમોસમી વરસાદ માવઠુ થયુ છે. 2 દિવસ રાજયના 220 જેટલા તાલુકાઓમા 1 ઇંચ થી માંડી 2 ઇંચ સુધી વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લાના વિસ્તારોમા બરફના કરા સાથે વરસાદ પડતા સિમલા મનાલી જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ થવાથી ઠંડી મા વધારો થયો છે. ચાલો જોઇએ ઠંડી બાબતે હવામાન વિભાગની આગાહિ શું કહે છે ?

Cold Forecast

ભરશિયાળે થયેલા કમોસમી વરસાદ માવઠા થી ખેડૂતોને ઘણીનુકશાની વેઠવી પડી છે. માવઠાથી ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ તો ગુજરાતમાં માંડ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ હતી. ત્યાં જાણે આખા રાજ્યમાં ચોમાસુ હોય તેવી સ્થિતિ માવઠાએ કરી દીધી હતી. કમોસમી આવેલા વરસાદ આખા રાજ્યને ઘેરી વળ્યો હતો. રાજયના મોટાભાગના વિસ્તારોમા વરસાદ પડયો હતો. તો સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરાવર્ષાને કારણે હિલ સ્ટેશન જેવુ વાતાવરણ સર્જાયુ હતુ. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તો ખેડૂતોને ખેતીમા ઘણું નુકસાન થયું છે.

હવામાન વિભાગે કરી ઠંડીની આગાહિ

રાજયમા કમોસમી વરસાદ કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. પવન ના સૂસવાટા સાથે આજે કાતિલ ઠંડી શરૂ થઇ ગઇ છે. તો દિવસ દરમિયાન તડકો ન નીકળવાથી દિવસના પણ લોકોને સ્વેટર પહેરી રાખવાની ફરજ પડી હતી.

ભરશિયાળે આવેલા ચોમાસા જેવા વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દિધા હતા, ત્યારે હવે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે મુશ્કેલીમાં રાહત આપનારી બની છે. કારણ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠાની આફત ટળી ગઈ છે.

આ પણ વાંચો : રણબીર કપૂરની ફિલ્મે 100 કરોડની ઓપનિંગ સાથે રેકોર્ડ તોડ્યો

ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના તૈયાર થયેલા પાકનો સોથ વાળી દીધો હતો. ત્યારે માવઠા બાદ ઠંડીએ પોતાનો કહેર વર્તાવવાનુ શરૂ કર્યુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠાના કારણે હવે રાજ્યમાં શિયાળો જામશે. સાથે જ દિવસે દિવસે તાપમાનનો પારો પણ નીચો જશે.

રાજયમા શિયાળાની શરૂઆત થઈ ચુકી છે, પરંતુ માવઠા પહેલા રાજ્યમાં ઠંડી ખાસ કઇ ન હતી અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો ન હતો. પરંતુ રાજ્યમાં આવેલા માવઠા બાદ હવે લોકોને ઠંડી મા ઘણો વધારો થયો છે. આજે વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. તો સાથે જ માવઠાના કારણે હવે લોકોને બપોરે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠા બાદ હવે ઠંડી મા વધારો થશે.

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button