Pradhan Mantri Garib Kalyan Anna Yojana: “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત નવેમ્બર 2023 મહિનામાં રાજ્ય સરકાર દ્વારા 3.54 કરોડ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અધિનિયમ 2013 (NFSA) દ્વારા આવરી લેવામાં આવેલા 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો અને પરિવારોને ઘઉં અને ચોખાનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે તેની વિગતો.

Pradhan Mantri Garib Kalyan Anna Yojana
72 લાખથી વધુ રેશનકાર્ડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અથવા રાહત દરે અનાજની જોગવાઈ વિશે વધુ જાણો. ચાલો આ લેખમાં નવેમ્બર 2023 માં ઉપલબ્ધ તમામ અનાજ વિશે વાત કરીએ.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
નવેમ્બર 2023 માસના ઘઉં, ચોખાના વિનામૂલ્યે વિતરણની માહિતી અહી આપેલી છે.
અનાજ | કેટેગરી | મળવાપાત્ર કુલ જથ્થો | ભાવ |
ઘઉં | અંત્યોદય કુટુંબો (AAY) | કાર્ડ દીઠ 15 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
ઘઉં | અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
ચોખા | અંત્યોદય કુટુંબો (AAY) | કાર્ડ દીઠ 20 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
ચોખા | અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
નોંધ :- જે તે જીલ્લાની વાજબી ભાવની દુકાન પર ઓક્ટોબર 2023 માસનો બચત રહેલ બાજરી / જુવાર જથ્થોનું વેચાણ પૂર્ણ થયા બાદ બાજરી / જુવારની અવેજીમાં ઘઉંનો જથ્થો મેળવી શકાશે.
રાજ્ય સરકારની ચણા, મીઠું તથા ખાંડ રાહત દરના વિતરણ સંબંધિત યોજનાની મહત્વની માહિતી આપેલી છે.
આવશ્યક ચીજવસ્તુ | કેટેગરી | મળવાપાત્ર કુલ જથ્થો | ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂપિયા |
ચણા | N.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો) | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 30 |
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું) | તમામ N.F.S.A. કુટુંબો અને બીપીએલ કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 1 |
ખાંડ | અંત્યોદય કુટુંબો | 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. 3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા. | 15 |
ખાંડ | બીપીએલ કુટુંબો | વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા. | 22 |
આ પણ વાંચો : ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડમાં કુલ 20 જગ્યાઓ માટે ભરતી
“વન નેશન, વન રેશનકાર્ડ” કાર્યક્રમ
ભારત દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઇપણ ગામ કે શહેરમાંથી N.F.S.A. રેશનકાર્ડ કઢાવ્યું હોય, પણ ધંધા-રોજગારને માટે બીજા ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા / આંગળીનો ઉપયોગી કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા) મેળવી શકશે.
મોબાઈલ એપ્લિકેશન “માય રાશન”
દરેક લાભાર્થીએ “માય રાશન” સ્માર્ટફોન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાસ અપીલ છે. તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઉપલબ્ધ અનાજની રકમ, વિતરણની કિંમત, પ્રાપ્ત થયેલ જથ્થો અને ઓનલાઈન રસીદની વિશિષ્ટતાઓ વિશેની માહિતી મેળવી શકો છો. “તમારા માટે ઉપલબ્ધ જથ્થા” પર ક્લિક કરીને અને રેશન કાર્ડ નંબર ઇનપુટ કરીને, કોઈપણ લાભાર્થી www.ipds.gujarat.gov.in પોર્ટલ દ્વારા તેમની પાસે ઉપલબ્ધ અનાજના જથ્થાની માહિતી મેળવી શકે છે.
મહત્વની લિંક
મળવાપત્ર જથ્થો ચેક કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |