Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ: 05/11/2023
- ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
- દરેક વિદ્યાર્થીએ 22/09/2023 થી 05/11/2023 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે.
- આ વેબસાઇટ @https://www.digitalgujarat.gov.in/ પર ફોર્મ ભરવાનું રહેશે.
ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023-24 યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીએ 22/09/2023 થી 05/11/2023 સુધી આ વેબસાઇટ @https://www.digitalgujarat.gov.in/ પર ફોર્મ ભરવાનું રહેશે.
શિક્ષણ વ્યક્તિના ભવિષ્યને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કે, ઘણા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે નાણાકીય અવરોધો ઘણીવાર નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે. આ બોજને ઘટાડવા માટે, ગુજરાત સરકારે વર્ષ 2023 માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ કાર્યક્રમ રજૂ કર્યો છે. આ પહેલનો હેતુ લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ આર્થિક ચિંતા વિના તેમના શૈક્ષણિક સપનાને આગળ ધપાવી શકે.

Digital Gujarat Scholarship 2023
યોજનાનું નામ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 |
જાહેરાત કરનાર | ગુજરાત રાજ્ય સરકાર |
યોજના લાભ | નાણાકીય લાભ |
યોજના લાભાર્થી | SC/ST/OBC જાતિ માટે |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 05/11/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in/ |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોકયુમેન્ટ
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમા ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદિ નીચે આપેલ છે.
- ફોટો
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
- ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
આ પણ વાંચો : જુઓ ડાયાબિટીસના થવાના 4 સૌથી મોટા કારણ
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કોણ ફોર્મ ભરી શકે?
- આ કોર્સ કોઈપણ વિદ્યાર્થી માટે ખુલ્લો છે જેમણે ધોરણ 10 પૂર્ણ કર્યું છે, જેમાં હાલમાં ધોરણ 11 અથવા 12માં નોંધાયેલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, ITI વિદ્યાર્થીઓ અને અન્યનો સમાવેશ થાય છે.
- નવા અને પરત આવતા વિદ્યાર્થીઓ માટેનું ફોર્મ.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ કેવી રીતે ભરવુ?
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો.
- સૌથી પહેલાં, તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે.
- ત્યાં તમારા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી તમારે Services ઉપર ક્લિક કરીને Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
- પછી, Request A New Service અથવા Renew પર ક્લિક કરો
- તે કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
- Registration Details પેજ ખુલશે તેમાં સાચી વિગતો ભરીને Save And Next બટન પર ક્લિક કરો.
- પછી, Bank Details, Academic Details, Disability Details અને Attachment માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save Draft કરો.
- હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.
- ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ફોર્મ સબમીટ થઈ જશે.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે હેલ્પ લાઇન નંબર
- 18002335500
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 અગત્યની તારીખો
- ફોર્મ ભરવાની શરૂ તારીખ : 22/09/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2023
મહત્વપૂર્ણ લિંક
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
SC વિદ્યાર્થીઓ માટે સૂચના | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમાં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
જવાબ : 05 નવેમ્બર 2023
પ્રશ્ન : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સત્તાવાર વેબસાઇટ શું છે ?
જવાબ : https://www.digitalgujarat.gov.in/