ભારતનવીનતમ
Trending

RBI New Updates: 2000 રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં કર્યો વધારો, જાણો નવી તારીખ

2000 રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં કર્યો વધારો
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
  • 2000 રૂપિયાની નોટને જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર થી વધારી 7 ઓક્ટોબર કરી છે.
  • 8 ઓક્ટોબરથી 2000 રૂપિયાની નોટને બેન્કમાં બદલવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે.
  • 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી.

RBI New Updates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે બહુચર્ચિત રૂ. 2000 ની નોટને લગતી છે. રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર થી વધારી 7 ઓક્ટોબર કરી છે. નોંધનીય એ છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે, નવી ડેડલાઇન ખતમ થયા બાદ એટલે કે 8 ઓક્ટોબરથી 2000 રૂપિયાની નોટને બેન્કમાં બદલવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે.

RBI New Updates

જો કોઈ વ્યક્તિ પાસે આ 2000 રૂપિયાની નોટ છે, તો તેમને ટેન્શન લેવાની જરુર નથી. તે સરળતાથી હજુ પણ નોટ બદલાવી શકશે. 7 ઓક્ટોબર 2023 બાદ પણ જો આપની પાસે 2000ની નોટ રહી જાય તો, આપ તેને બેન્કમાં જમા પણ કરી શકશો અહીં બેન્કમાં બદલાવી પણ શકશો નહીં. તેને આરબીઆઈના 19 ક્ષેત્રિય કાર્યાલયમાંથી બદલી શકશો. પણ એક વારમાં 20,000થી વધારેની કિંમતની નોટ બદલી શકાશે નહીં.

2000ની નોટ 2016માં આવી હતી

2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જારી કરવામાં આવી હતી.

જો કે, RBI વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટો નાશ પામી હતી.

8 ઓક્ટોબરે બંધ થઈ જશે નોટો બદલવાની પ્રક્રિયા જાણો

RBI તરફથી આપેલ નિવેદન અનુસાર, 8 ઓક્ટોબરે રૂપિયા 2000ની ચલણી નોટો બદલવાનું કામ બંધ થઈ જશે. એટલે લોકો પાસે હજુ પણ નોટો બદલવા માટે એક અઠવાડિયાનો સમય છે.

RBIએ નવો પરિપત્ર બહાર પાડ્યો

આજે 2 હજારની નોટ બદલવાની છેલ્લી તારીખ હતી, RBI એ જાહેર કર્યું કે 7 ઓક્ટોબર સુધી બેંકોમાં નોટ જમા કરાવી શકાશે, ચાર માસમાં 87% નોટ બેંકોમાં જમા થઈ.

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ

આ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 એટલે કે, આજે નોટ બદલવાનો છેલ્લો દિવસ હતો. પણ હવે આ નોટ બદલવા માટે આપને વધારે સમય મળી ગયો છે, જેમાં આપ 7 ઓક્ટોબર સુધી નોટ બદલાવી શકશો.

30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી?

લોકોને તેમની 2,000 હજારની નોટો બેંક શાખાઓ અને RBIની પ્રાદેશિક શાખાઓમાં બદલી આપવા અથવા જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી આવી નોટો ઈશ્યુ કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી.

બિન-એકાઉન્ટ ધારક કોઈપણ બેંક શાખામાં એક સમયે 20,000 ની મર્યાદા સુધી રૂપિયા 2000 ની નોટ બદલી શકે છે. 19 મેના રોજ RBIએ રૂપિયા 2000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ કહ્યું હતું કે તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. ત્યારે બેંકમાં નોટ જમા કરવા માટે આરબીઆઈએ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી.

નોટો બદલવા માટે કોઈ દસ્તાવેજની જરૂર છે?

ના, આ નોટો બેંકમાં જઈને કોઈપણ દસ્તાવેજ વિના સરળતાથી બદલી શકાય છે. આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે જેથી નોટો બદલવામાં કોઈ મુશ્કેલી ન આવે. જો તમારું ખાતું છે તો તમે ખાતામાં 2000 રૂપિયાની ગમે તેટલી નોટ જમા કરાવી શકો છો.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, બેંકમાં નોટો બદલવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજો આપવાના રહેશે નહીં. એક સમયે ₹ 20,000 ની મર્યાદા સુધી, ₹ 2000 ની નોટો બદલી શકાય છે એટલે કે ડિનોમીનેશનમાં બદલી શકાય છે.

RBI નવી નોટ બહાર પાડે છે

RBI; હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

મહત્વની લિંક

RBI ઓફીશીયલ લેટરઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button